Homeતરો તાજાફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
જળાશયની નજીક રહેતું અને આકાશમાંથી પડતા વરસાદના ફોરાનું જ પાણી પીતું ચાતક પક્ષી અન્ય કયા નામથી જાણીતું છે એની ઓળખાણ પડી?
અ) કલકલિયો બ) બાજ ક) દૈયડ ડ) બપૈયો

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
તક ALERTNESS
તકદીર TROUBLE
તકરાર OPPORTUNITY
તકલીફ FATE
તકેદારી QUARREL, DISPUTE

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પાળીતો છું ખરો પણ શ્ર્વાન નથી,
નકલ કરું છું પણ વાંદરો નથી.
અ) બકરી બ) ગાય ક) પોપટ ડ) બિલાડી

માતૃભાષાની મહેક
સ્વર સાથે જોડાણ ન હોય એવા કાનો માતર વગરના પાંચ કે તેથી વધુ અક્ષરના ગુજરાતી શબ્દોની સંખ્યા બહુ નથી. ચાર અક્ષરના પગરવ, અટકળ, મબલક વગેરે અનેક શબ્દ છે, પણ છ અક્ષરના અલકમલક જેવી હાજરી ઓછી છે. અલકમલકની વાતો એટલે આનંદની વાત એવો અર્થ નથી. અરબી શબ્દ મુલ્ક (જગત)નું અપભ્રંશ થઈ મુલક બની અલકમલક આવ્યો. અલકમલકની વાતો કરવી એટલે દેશ વિદેશની વાતો કરવી.

ગુજરાત મોરી મોરી રે
સૌરાષ્ટ્રના ચોરવાડ પંથકમાં કાળી મજૂરી કરનાર કોળણ બહેનોનું શ્રમહારી નૃત્ય કયા નામથી ઓળખાય છે? નૃત્યમાં બહેનો લાકડાનું સાધન હાથમાં રાખી સામસામે કે ગોળાકાર ઊભી રહી ગીત ગાય છે.
અ) જાગ નૃત્ય, બ) સોળંગા રાસ, ક) ટિપ્પણી નૃત્ય, ડ) ઠાગા નૃત્ય

ઈર્શાદ
પવન માનતો નથી નહીં તો એની સાથે સરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.
– મુકેશ જોશી

માઈન્ડ ગેમ
કોઈ એક સમદ્વિભૂજ ત્રિકોણમાં એક ખૂણો ૪૦ અંશનો છે તો ભૂમિતિના ત્રિકોણ વિશેના નિયમોને આધારે બાકીના બે ખૂણા કેટલા અંશના હશે એ કહી શકશો?
અ) ૮૦ અને ૫૦ બ) ૫૦ અને ૯૦ ક) ૪૦ અને ૪૦ ડ) ૪૦ અને ૧૦૦

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
ગગન SKY
ગજવું POCKET
ગઢ FORTRESS
ગણતરી CALCULATION
ગપગોળો RUMOUR

ગુજરાત મોરી મોરી રે
વૌઠાનો મેળો

ઓળખાણ પડી?
ખીજડિયા અભયારણ્ય

માઈન્ડ ગેમ
૭૮

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચંપો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -