‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
પૌરાણિક વ્યક્તિના પરિચયની જોડી જમાવો
A B
વાસુદેવ ઉત્તરાના પિતા
વાલી ધૃતરાષ્ટ્ર – પાંડુના ભાઈ
વિચિત્રવિર્ય શ્રી કૃષ્ણના પિતા
વિરાટ સત્યવતી – શાંતનુના પુત્ર
વિદુર સુગ્રીવનો મોટો ભાઈ
——-
ઓળખાણ પડી?
ગુજરાત રાજ્યના અગત્યના મેળામાંનો એક ભવનાથનો મેળો જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં કયા પર્વ નિમિત્તે યોજાય છે એ ઓળખી કાઢો.
અ) ઉત્તરાયણ બ) શરદ પૂનમ ક) રામ નવમી ડ) મહાશિવરાત્રી
———
ગુજરાત મોરી મોરી રે
મૂકેશે ગાયેલા પ્રખ્યાત ગુજરાતી ગીતની પંક્તિ પૂરી કરો.
ઓ નીલ ગગનના પંખેરું, તુ કાં નવ પાછો આવે,
મને તારી, ઓ મને તારી ————–
અ) ખોટ બહુ સાલે બ) યાદ સતાવે
ક) બીક બહુ લાગે ડ) ચિંતા જગાવે
——–
માતૃભાષાની મહેક
ખર શબ્દ ખરો છે, કારણ કે એનો એક અર્થ કાગડો, એક અર્થ કામદેવ અને ગધેડો સુધ્ધાં ખર કહેવાય છે. રાહુનું એક નામ ખર પણ છે. પુરાણમાં એ નામનો એક રાક્ષસ થઈ ગયો જે વિશ્રવા ઋષિનો પુત્ર હતો. તેની માતા રાકા રાક્ષસી હતી. ખર રાવણનો ઓરમાન ભાઈ હતો. ભાષામાં ખર એક ફારસી પ્રત્યય છે. તે ઉપસર્ગનું કામ કરે છે ત્યારે તેનો અર્થ મોટો એમ થાય છે. જેમકે, ખરગોશ – ગોશ એટલે કાન અને ખરગોશ એટલે મોટા કાનવાળું – સસલું.
——-
ઈર્શાદ
દોર પકડી છે એ કરે ચિંતા, આપણું તો પતંગ જેવું છે.
આંખ મીચું ને તારા લગ પહોંચું, ભીતરે કંઈ સુરંગ જેવું છે.
– ભાર્ગવ ઠાકર
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લાલ કિલ્લામાં કાળા સિપાહી, જાતે ન કરે કોઈ કૂચ,
લીલી દીવાલમાં ગયા સમાઈ, જવાબ આપો કરી સોચ.
અ) શિંગોડા બ) જમરૂખ ક) તડબૂચ ડ) જાયફળ
——
માઈન્ડ ગેમ
(૨૭૫ + ૧૭૫ – ૩૯૦) X (૪૮૦ – ૨૯૦ – ૧૩૦) = કેટલા થાય એ ચોકસાઈથી ગણતરી કરીને કહી શકશો?
અ) ૩૨૭૦ બ) ૩૬૦૦
ક) ૩૯૭૫ ડ) ૪૧૫૦
——–
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર
સાંદિપની શ્રીકૃષ્ણ – સુદામાના ગુરુ
વ્યાસ મહાભારતના કર્તા
વાલ્મીકિ રામાયણના રચયિતા
બૃહસ્પતિ દેવના ગુરુ
——-
ગુજરાત મોરી મોરી રે
ચમડી તૂટે પણ દમડી ન છૂટે
——–
ઓળખાણ પડી?
પુણે
——
માઈન્ડ ગેમ
૬૦૦૦
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દરિયો
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) કલ્પના આશર (૩) નીતા દેસાઈ (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) મૂલરાજ કપૂર (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) મિસીસ ભારતી કટકિયા (૯) હર્ષા મહેતા (૧૦) ભારતી બૂચ (૧૧) ગિરીશ શેઠ (૧૨) શિલા શેઠ (૧૩) શ્રદ્ધા આશર (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) ખુશ્રુ કાપડિયા (૧૬) પુષ્પા પટેલ (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) નિખીલ બંગાળી (૨૦) અમીષી બંગાળી (૨૧) હરીશ જી. સુતરીયા (૨૨) મહેન્દ્ર લોઢવિયા (૨૩) પ્રવીણ વોરા (૨૪) મીનળ કાપડિયા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મહેશ દોશી (૨૮) મહેશ સંઘવી (૨૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૦) વીણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) રજનીકાંત પટવા (૩૩) અંજુ ટોલિયા (૩૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૫) ભાવના કર્વે (૩૬) પુષ્પા ખોના (૩૭) દિલીપ પરીખ (૩૮) નીતીન જે. બજરિયા (૩૯) રાજુલ ભદ્રેશ પટેલ (૪૦) રવિન્દ્ર પાટડીયા (૪૧) સુરેખા સુધીર દેસાઈ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) હીના દલાલ.