‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
સામસામી લડાઈમાં પ્રાચીનકાળથી વપરાતું ધાતુનું બનેલું શસ્ત્ર આપણે તલવાર તરીકે ઓળખીએ છીએ. છત્રપતિ શિવાજી મહારાજની તલવાર કયા નામથી જાણીતી છે?
અ) આભદાન બ) સમશેર ક) ભવાની ડ) યાતાગાન
——-
માતૃભાષાની મહેક
ગરથ એટલે નાણું, પૂંજી, માયા, પૈસો, સંપત્તિ, ધન, વિત્ત એવા એના અર્થ છે. પહેલાના વખતમાં પાકીટ નહોતા ત્યારે મુસાફરી કરતી વખતે ધન ગાંઠ વાળીને સાચવવામાં આવતું અને એટલે ગરથ કહેવાતું હતું. કપડાંના છેડા વગેરેની ગાંઠવાળીને ધનને ગુપ્ત રાખવાની પદ્ધતિ પ્રસિદ્ધ છે. ગરથને કેન્દ્રમાં રાખી માર્મિક કહેવત પણ છે. ગરથ ખર્ચીને ગાંડું બનવું કે ગરથ વેચીને ઘેલા થવું. એનો અર્થ થાય છે પૈસા ખર્ચી મૂર્ખ બનવું.
———
ઈર્શાદ
તેં મને બચપણ દીધું, ગઢપણ દીધું, દીધું મરણ;
તે ન દીધું જીવવાનું કોઈ કારણ, હદ કરી !
– રમેશ પારેખ
——–
ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
STEAL પગથિયું
STILL વાસી
STALE સ્થિર
STEP સીધા ચઢાણવાળું
STEEP ચોરવું
——–
ગુજરાત મોરી મોરી રે
મજેદાર અને યાદગાર લોક ગીતની પંક્તિ પૂરી કરો.
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે —————
અ) સખણા થઈને રો બ) રાજી રાજી રો
ક) મોજ કરીને રો ડ) અમર થઈને રો
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નહીં કોઈ કુશળ કારીગર કે નથી એ સુથાર,
તોય અધ્ધર મહેલ ચણાવિયો, રાજા કરે વિચાર.
અ) હવા મહેલ બ) સુગરીનો માળો ક) વિમાનની પાંખ ડ) બગલાની પાંખ
———
માઈન્ડ ગેમ
એકથી નવ્વાણું સુધીની સંખ્યામાં કઈ સંખ્યાનું
વર્ગમૂળ એના ઘનમૂળ કરતા બમણું છે એ જણાવો.
અ) ૨૭ બ) ૪૯ ક) ૬૪ ડ) ૮૧
———
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
HEAR સાંભળવું
HERE અહીં
HARE સસલું
NEED જરૂર
KNEAD કણક
——–
ગુજરાત મોરી મોરી રે
જીવે મારી બેન
——–
ઓળખાણ પડી?
નીરજ ચોપરા
——–
માઈન્ડ ગેમ
૯૦
—–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એલચી
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમયા (૩) હર્ષા મહેતા (૪) નીતા દેસાઈ (૫) ભારતી બૂચ (૬) હર્ષા મહેતા (૭) વિભા મહેશ્ર્વરી (૮) પ્રવીણ વોરા (૯) ખુશ્રુ કાપડિયા (૧૦) ડૉ. પ્રકાશ કટકિયા (૧૧) મિસીસ. ભારતી કટકિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) શ્રદ્ધા આશર (૧૪) મહેશ દોશી (૧૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૧૬) મીનળ કાપડિયા (૧૭) ભાવના કર્વે (૧૮) નયના ગિરીશ મિસ્ત્રી (૧૯) મહેન્દ્ર લોઢવિયા (૨૦) રંજન લોઢવિયા (૨૧) અરવિંદ કામદાર (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) જયવંત પદમશી ચિખલ (૨૬) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનિતા પટવા (૨૯) જ્યોત્સના ગાંધી (૩૦) રમેશ દલાલ (૩૧) હીના દલાલ (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) અંજુ ટોલીયા (૩૪) વિજય આસર (૩૫) નિતીન બજરિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) હરીશ જી. સુતરીયા (૩૮) સ્નેહલબેન કોઠારી (૩૯) શિલ્પા શ્રોફ (૪૦) નિખીલ બંગાળી (૪૧) હર્ષા મહેતા (૪૨) અમીષી બંગાળી (૪૩) મહેશ સંઘવી (૪૪) વિજય ગોરડિયા