‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
गंज અગાસી
गट ડરી જવું
गड જૂથ
गच्ची કાટ
गाभरणे કિલ્લો
——–
ઓળખાણ પડી?
યુએસએ નજીક આવેલા ટાપુ રાષ્ટ્ર ક્યુબાના સામ્યવાદી શાસકની ઓળખાણ પડી? પોતાના દેશમાં સામાજિક સુધારા લાવનાર આ નેતાની માનવહકના ભંગ માટે આકરી ટીકા થઈ હતી.
અ) ડિઓડર ફોન્સેકા બ) જેકબ ઝુમા ક) ફિડલ કાસ્ટ્રો ડ) નેલસન મંડેલા
———
ગુજરાત મોરી મોરી રે
ગાંધીજી ભણ્યા હતા એ બ્રિટિશ શાસન વખતે બાંધવામાં આવેલી સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રથમ અંગ્રેજી શાળા આલ્ફ્રેડ હાઈ સ્કૂલ કયા શહેરમાં છે?
અ) પોરબંદર બ) નડિયાદ
ક) રાજકોટ ડ) બારડોલી
———
જાણવા જેવું
મહેલ ઉપરાંત વડોદરાની ઓળખ બાગ બગીચા અને તળાવની પણ છે. કમાટી બાગ – સયાજી બાગ સૌથી જૂનો અને મોટામાં મોટો બાગ છે. ૧૧૩ એકરમાં પથરાયેલો આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯માં બંધાવ્યો હતો. જમીન પરની ૧૨ ફૂટ મોટી ઘડિયાળ – ફ્લોરલ ક્લોક – બાગનું મુખ્ય આકર્ષણ છે. ઘડિયાળ ચલાવતી મશીનરી જમીનની અંદર હોવાથી ઘડિયાળ નૈસર્ગિક લાગે છે. આ સિવાય પ્લેનેટેરિયમ પણ આ બાગની શોભા છે.
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલો વેલો શોધી કાઢો જેની સોટીમાંથી કરંડિયા, ખુરશી ઈત્યાદિ સમાન બનાવવામાં આવે છે.
સંગીતની ખાસિયત એ છે કે સાંભળનારને તરબતર કરી મૂકે છે.
——–
નોંધી રાખો
લોકોની નિંદાથી અકળાઈને પોતાનો માર્ગ બદલી ન નાખવો, કારણ કે સફળતા શરમથી નહીં, સાહસથી મળે છે.
——-
માઈન્ડ ગેમ
માનવ શરીરની ત્વચા – ચામડી સંબંધિત તકલીફ, સમસ્યા કે બીમારીની સારવાર કરનાર ડૉક્ટર કયા નામથી ઓળખાય છે એ કહી શકશો?
અ) એલર્જીસ્ટ, બ) ગાયનેકોલોજિસ્ટ
ક) ડર્મેટોલોજિસ્ટ, ડ) રેડિયોલોજિસ્ટ
——–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
चिंच આમલી
चिकाटी કાળજી
चिखल કાદવ
चिमणी ચકલી
चिमटा ચીપિયો
———-
ગુજરાત મોરી મોરી રે
ધ ગુડ રોડ
——-
ઓળખાણ પડી?
કેનેડી
——–
માઈન્ડ ગેમ
નેફ્રોલોજીસ્ટ
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રગ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કલ્પના આશર (૩) શ્રદ્ધા આશર (૪) ભારતી બુચ (૫) વિભા મહેશ્ર્વરી (૬) જ્યોતિ ખાંડવાલા (૭) નિખિલ બંગાળી (૮) અમીષી બંગાળી (૯) મહેશ દોશી (૧૦) પુષ્પા પટેલ (૧૧) તાહેર ઔરંગાબાદવાલા (૧૨) શીરીન ઔરંગાબાદવાલા (૧૩) મહેન્દ્રા લોઢાવિયા (૧૪) હરીશ સુતરીયા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) જાગ્રુતિ બજરિયા (૨૦) ભાવના કર્વે (૨૧) હર્ષા મહેતા (૨૨) જ્યોત્સના ગાંધી (૨૩) હિના દલાલ (૨૪) રમેશ દલાલ (૨૫) ઈનાક્ષી દલાલ (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) મહેશ સંઘવી (૨૯) અંજુ ટોલિયા (૩૦) કિશોરકુમાર વેદ (૩૧) પ્રવીણ વોરા (૩૨) અરવિંદ કામદાર (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) મુલરાજ કપૂર (૩૫) વર્ષા શ્રોફ (૩૬) સુરેખા દેસાઈ (૩૭) ડૉ. પ્રકાશ કાટકિયા (૩૮) ભારતી કાટકિયા (૩૯) વિજય ગરોડિયા (૪૦) મિલિંદ નાનસી (૪૧) નિતિન બજરિયા