ઓળખાણ પડી?
કુવૈત, બેહરીન, ઇરાક સહિત કેટલાક મધ્ય પૂર્વના દેશોના આર્થિક વ્યવહારમાં વાપરવામાં આવતું આ ચલણ કયા નામથી જાણીતું છે એ ઓળખી કાઢો.
અ) રૂબલ બ) દીનાર ક) યુઆન ડ) રિયાલ
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
અ ઇ
ઊંઊઊગ જાપાની ઝભ્ભો
ઊંઈંગ સળગાવવું, પેટાવવું
ઊંઈંકગ સગપણ
ઊંઈંગઉકઊ ઉત્સુક
ઊંઈંખઘગઘ ભઠ્ઠી
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નદી – સાગરમાં રહે, પાણીની રાણી કહેવાય,
રંગબેરંગી જોવા મળે, કહો કયા નામે ઓળખાય?
અ) માછલી બ) કરચલો ક) કાચબો ડ) દેડકી
—
માતૃભાષાની મહેક
અવ એક ઉપસર્ગ છે જે વિવિધ અર્થ બતાવે છે. અનાદર બતાવતો ઉપસર્ગ. જેમકે, અવજ્ઞા, અવમાનના, અવગણના. આધાર બતાવતો ઉપસર્ગ જેમકે, અવલંબન. ઊલટાપણું બતાવતો ઉપસર્ગ જેમકે અવક્રિયા, અવગુણ. ઓછાપણું બતાવતો ઉપસર્ગ જેમકે, અવકૃપા, અવઘાત.
કળાનો હ્રાસ થાય, ક્ષય થાય કે ઘટાડો થાય એ માટે અવકળા શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. અવકૃપા એટલે ઓછી મહેરબાની અથવા અણગમો એવો અર્થ છે.
—
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય બાળગીતમાં ખૂટતા શબ્દો ઉમેરી બાળપણને સંભારી આનંદ માણો.
‘એન ઘેન દીવા ઘેન, ડાહીનો ઘોડો,
ખડ ખાતો પાણી પીતો, ———– છૂટ્યો છે’.
અ) દોડતો ભાગતો, બ) આળસ મરડી, ક) પકડવા માટે, ડ) રમતો જમતો
—
ઈર્શાદ
પથ્થરોને જે ઘડે એ હો કલાકાર ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો.
– બરકત વિરાણી ‘બેફામ’
—
માઈન્ડ ગેમ
૨૫ લાખ રૂપિયાનું શેર બજારમાં રોકાણ કર્યા બાદ ૧૫ લાખની સ્ક્રિપમાં ૮ ટકા નફો મળ્યો જ્યારે ૧૦ લાખની સ્ક્રિપમાં ૧૧ ટકા નુકસાન થયું. સરવાળે પ્રોફિટ થયો કે લોસ? અને કેટલી રકમનો?
અ) ૩૦,૦૦૦ નફો બ) ૩૦,૦૦૦ નુકસાન ક) ૧૦,૦૦૦ નુકસાન ડ) ૧૦,૦૦૦ નફો
—
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
ઙકઅગ યોજના
ઙકઅગઊ વિમાન
ઙકઅઈંગ સપાટ ભૂમિ
ઙકઅઈંગઝ ફરિયાદની અરજી
ઙકઅગઝ છોડ
ગુજરાત મોરી મોરી રે
શિરે પાઘડી રાતી
—
ઓળખાણ પડી?
જામનગર
માઈન્ડ ગેમ
૧૭,૯૨,૫૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બંદૂક