‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
तह શિષ્ટાચાર, સભ્યતા
तहकीकात અપમાન
तहजीब ભોંયરું
तहखाना શોધખોળ
तौहीन તળિયું
——–
ઓળખાણ પડી?
૧૯૭૦ અને ૮૦ના દાયકામાં અનેક હિટ ફિલ્મો આપનાર અને પાકિસ્તાનના ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન અને છૂટાછેડાને કારણે ગાજેલી આ અભિનેત્રીની ઓળખાણ પડી?
અ) રીના રોય બ) પૂનમ ધિલ્લોન ક) જયા પ્રદા ડ) લીના ચંદાવરકર
———–
ગુજરાત મોરી મોરી રે
જોગીદાસ ખુમાણ, મૂળુ માણેક, મેંદી રંગ લાગ્યો, કલાપી, મળેલા જીવ જેવા વૈવિધ્યપૂર્ણ ગુજરાતી ચિત્રપટ બનાવનાર દિગ્દર્શકનું નામ કહી શકશો?
અ) મણિલાલ જોશી બ) મનહર રસકપૂર ક) જયંત દેસાઈ ડ) રવીન્દ્ર દવે
——–
જાણવા જેવું
પચાસ વર્ષથી વધુ સમય અભિનય કરનાર પ્રાણ અને અશોક કુમાર અંગત જીવનમાં ઘનિષ્ઠ મિત્ર હતા. બંને એક્ટરે પચીસથી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું જેમાં અફસાના, વિક્ટોરિયા નંબર ૨૦૩, ચોરી મેરા કામ, અપના ખૂન, રાજા ઔર રાણા, અધિકાર, આંસુ બન ગયે ફુલ વગેરેનો સમાવેશ છે. રાજ કપૂરની ‘આહ’ જેવા અપવાદને બાદ કરતા પ્રાણે અનેક ફિલ્મોમાં ખલનાયકનો રોલ કર્યો હતો. મનોજ કુમારે ‘ઉપકાર’માં તેમને પોઝિટિવ રોલ આપ્યો હતો.
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કારકિર્દીના પ્રારંભમાં અમિતાભ બચ્ચનએ કઈ ફિલ્મમાં હત્યારાનો નેગેટિવ રોલ કર્યો હતો એનું નામ કહી શકશો?
અ) સાત હિન્દુસ્તાની બ) સંજોગ ક) રાસ્તે કા પથ્થર ડ) પરવાના
———-
નોંધી રાખો
એક વાત યાદ રાખવી કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા અસફળતા પચાવતા આવડવું જોઈએ.
———
માઈન્ડ ગેમ
કિશોર કુમાર અને વૈજયંતિ માલાની કઈ ફિલ્મનું ‘ઈના મીના ડીકા’ ગીત સુપરહિટ થયું હતું એ કહી શકશો? આ ગીત કિશોરદા અને આશા ભોસલે એમ બંનેના અવાજમાં સ્વરબદ્ધ થયું હતું.
અ) લડકી બ) ન્યુ દિલ્હી
ક) પેહલી ઝલક ડ) આશા
———-
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
मुआयना નિરીક્ષણ
मुआवजा મહેનતાણું
मुकद्दर નસીબ
मुजरीम આરોપી
मुनाफा નફો
———
ગુજરાત મોરી મોરી રે
ભુપિંદર સિંહ
———
ઓળખાણ પડી?
હમ પાંચ
——-
માઈન્ડ ગેમ
કલેવાયોલીન
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સુજાતા
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) સુભાષ મોમાયા (૩) શ્રદ્ધા આશર (૪) ડૉ. પ્રકાશ કાટકિયા (૫) ભારતી કાટકિયા (૬) કિશોરકુમાર વેદ (૭) વિભા મહેશ્ર્વરી (૮) જયશ્રી બુચ (૯) હર્ષા મહેતા (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીષી બંગાળી (૧૫) હરીશ સુતરીયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) મહેન્દ્રા લોઢાવિયા (૨૦) મીનળ કાપડિયા (૨૧) રજનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) દીના વિક્રમશી (૨૪) ભાવના કર્વે (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) મહેશ દોશી (૨૭) વીણા સંપટ (૨૮) શિલ્પા શ્રોફ (૨૯) વર્ષા શ્રોફ (૩૦) ગિરીશ મિસ્ત્રી (૩૧) વિજય ગરોડિયા (૩૨) દિલીપ પરીખ (૩૩) નિતિન બજરિયા (૩૪) અરવિંદ કામદાર (૩૫) અંજુ ટોલિયા (૩૬) રવિન્દ્ર પાટડિયા (૩૭) પુષ્પા ખોના (૩૮) નયના મિસ્ત્રી (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) હિના દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) સુરેખા દેસાઈ (૪૪) પ્રવીણ વોરા