Homeઈન્ટરવલફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A                B
PLAN       વિમાન
PLANE    સપાટ ભૂમિ
PLAIN     છોડ
PLAINT    યોજના
PLANT   ફરિયાદની અરજી
———-
ઓળખાણ પડી?
૧૯મી સદીમાં નવાનગરના મહારાજાએ બાંધેલો લાખોટા પેલેસ નામનો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો મહેલ કયા શહેરમાં છે એની ઓળખાણ પડી?
અ) રાજકોટ બ) વડોદરા ક) સુરત ડ) જામનગર
————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બીમાર નથી પણ એને ગોળી આપવામાં આવે છે,
છે નાની અમથી પણ મોટો વિનાશ સર્જી શકે છે.
અ) કલમ બ) બંદૂક ક) વખત ડ) કાગળ
——–
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય ગીત ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે’માં શરૂઆતમાં આવતી પંક્તિ પૂરી કરો.
અ) કપાળે તિલક મોટું બ) આંખે આંજણ આછું
ક) શિરે પાઘડી રાતી ડ) હોઠે રમતી વાતો
———–
માતૃભાષાની મહેક
જાનીવાલીપીનારા. પ્રકાશનું કિરણ જ્યારે ત્રિપાશ્ર્વ કાચમાંથી પસાર થાય ત્યારે એનું સાત રંગમાં વિઘટન થાય છે. મેઘધનુષમાં પણ સાત રંગનું સૌંદર્ય હોય છે. આ રંગોનો પણ એક નિશ્ર્ચિત ક્રમ હોય છે. કયા પછી કયો રંગ આવે એ સહેલાઈથી યાદ રાખવા જાનીવાલીપીનારા સ્મરણમાં રાખવાનું હોય છે. મતલબ કે ઈંદ્રધનુષમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો એ ક્રમમાં રંગ નજરે પડે છે. કેવું સહેલાઈથી યાદ રહી જાય છે ને.
———
ઈર્શાદ
છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે,
ઝાંઝર હતાં કે એ હતી તલવાર કોને ભાન છે.
– જવાહર બક્ષી
———
માઈન્ડ ગેમ
૧૫ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક ૬.૫ ટકાના વ્યાજે ત્રણ વર્ષ માટે મૂક્યા હતા. પાકતી મુદતે વ્યાજ અને મૂળ મૂડી સાથે કેટલી રકમ હાથમાં આવી?
અ) ૧૬,૭૫,૯૦૦ બ) ૧૭,૧૦,૦૦૦
ક) ૧૭,૫૨,૦૦૦ ડ) ૧૭,૯૨,૫૦૦
——–
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A                    B
DISCARD     કાઢી નાખવું
DISTANCE    અંતર
DISTURB     ખલેલ, પજવણી
DISAGREE   અસહમત
DISDAIN     તિરસ્કાર
———
ગુજરાત મોરી મોરી રે
નયનને બંધ
——–
ઓળખાણ પડી?
ચકી ચોખા ખાંડે છે
———
માઈન્ડ ગેમ
૧૦,૮૨,૦૦૦
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કાગળ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમયા (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) મિસીસ. ભારતી કટકિયા (૭) ભારતી બૂચ (૮) વિભા મહેશ્ર્વરી (૯) લજીતા ખોના (૧૦) નિખીલ બંગાળી (૧૧) અમિષી બંગાળી (૧૨) પુષ્પા પટેલ (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) હરીશ જી. સુતરીયા (૧૫) ખુશ્રુ કાપડિયા (૧૬) તાહેર ઔરંગાબાદવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) નીતીન બજરીયા (૨૧) હર્ષા મહેતા (૨૨) મીનળ કાપડિયા (૨૩) રમેશ દલાલ (૨૪) જ્યોત્સના ગાંધી (૨૫) હીના દલાલ (૨૬) ઈનાક્ષી દલાલ (૨૭) મહેશ સંઘવી (૨૮) ભાવના કર્વે (૨૯) અરવિંદ કામદાર (૩૦) પુષ્પા ખોના (૩૧) શિલ્પા શ્રોફ (૩૨) અંજુ ટોલિયા (૩૩) મહેશ દોશી (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) મહેન્દ્ર લોઢવિયા (૩૬) દિલીપ પરીખ (૩૭) જયવંત પદમશી ચિખલ (૩૮) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૯) રજનીકાંત પટવા (૪૦) સુનીતા પટવા (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) વિણા સંપટ (૪૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) પ્રવીણ વોરા (૪૬) સુરેખી સુધીર દેસાઈ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -