ઓળખાણ પડી?
રોમેન્ટિક સફર માટે પ્રખ્યાત એવી ઇટલીના વેનિસ શહેરની હલેસા મારીને હંકારવામાં આવતી આ નૌકા ક્યા નામથી વિશ્ર્વભરમાં જાણીતી છે એ કહી શકશો?
અ) બ્રીફ બોટ બ) શિકારા ક) કાયાક ડ) ગોંડોલા
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ઘટક DOME
ઘટના SHAPE
ઘનતા HAPPENING
ઘાટ COMPONENT
ઘુંમટ DENSITY
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વિરાટમાંથી વામન થાય, બળે છે પણ ઈર્ષા નથી,
સુગંધ છે પણ ફૂલ નથી, ઓળખાણ પડે છે મારી?
અ) મીણબત્તી બ) દીવો ક) પ્રાઈમસ ડ) અગરબત્તી
—
ગુજરાત મોરી મોરી રે
ચણાની દાળમાંથી તૈયાર કરવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી લોચો મુખ્યત્વે કયા શહેર સાથે કનેક્શન ધરાવે છે એ જણાવી શકશો?
અ) અમદાવાદ બ) વડોદરા ક) સુરત ડ) ભરૂચ
—
માતૃભાષાની મહેક
વ્યાકરણ ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. બીજા શાસ્ત્ર કદાચ ન ભણી શકીએ પણ વ્યાકરણનો અભ્યાસ જરૂરી છે. એના જ્ઞાન વિના અશુદ્ધ રૂપ વપરાતા સ્વજન (પોતાના માણસ)ને બદલે શ્ર્વજન (શ્ર્વાન), સકલ (સઘળું)ને બદલે શકલ (ખંડ અથવા ટુકડો) અને સકૃત (એક વાર )ને બદલે શકૃત (છાણ) લખાય કે કહેવાઈ જાય. શુદ્ધ ભાષાના રક્ષણને માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે.
—
ઈર્શાદ
સ્પર્શ કરીશું સહેજ સરીખો, છેક ભીતરે પણ ઝાંકી લેશું,
અલપઝલપ બસ એક નજરમાં ભવભવનું પણ ભાખી લેશું.
– વંચિત કુકમાવાલા
—
માઈન્ડ ગેમ
પિતા પુત્રની ઉંમરનો સરવાળો ૬૦ વર્ષ છે અને જો પિતાની ઉંમર પુત્ર કરતા ત્રણ ગણી હોય તો પુત્રની ઉંમર કેટલી છે એ ગણતરી કરીને જણાવો.
અ) ૧૨ બ) ૧૫ ક) ૧૯ ડ) ૨૫
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
વામા WOMAN
વામન DWARF
વાયરો WIND
વારસ ઈંગઇંઊછઈંઝઘછ
વારિ ઠઅઝઊછ
—
ગુજરાત મોરી મોરી રે
કરમસદ
ઓળખાણ પડી?
ઝેલેન્સ્કી
માઈન્ડ ગેમ
૪
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દેડકો