‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
પૌરાણિક વ્યક્તિના પરિચયની જોડી જમાવો
A B
બલરામ દુર્યોધનનો ભાઈ
કાર્તિકેય રાવણનો ભાઈ
દુ:શાસન શ્રી કૃષ્ણના ભાઈ
ધૃષ્ટદ્યુમ્ન ગણેશજીના ભાઈ
વિભીષણ દ્રૌપદીનો ભાઈ
————
ઓળખાણ પડી?
ઐતિહાસિક, પુરાતત્ત્વ અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી ઉદયગિરિ અને ખંડગિરિ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે એ ઓળખી કાઢો.
અ) ગુજરાત બ) મહારાષ્ટ્ર ક) રાજસ્થાન ડ) ઓડિશા
———-
ગુજરાત મોરી મોરી રે
જીવનમાં અનેક લોકોને જાતજાતના અનુભવ થતા હોય છે. એક વાર કડવો અનુભવ થયા પછી ભય ન હોય તો પણ ભય દેખાય, શંકાને કારણ ન હોય તોય શંકા પડે એ અવસ્થા કયા રૂઢિપ્રયોગથી વ્યક્ત થાય છે?
અ) કડવા લીમડાની શીતળ છાંય બ) દૂધનો દાઝ્યો છાસ ફૂંકીને પીએ ક) કોણીએ ગોળ લગાવવો ડ) નવરો નખ્ખોદ વાળે
———
માતૃભાષાની મહેક
રમત કરવી કે રમત રમવી એટલે રમવું – ખેલવું એ જાણીતા અર્થ સિવાય મન લગાડ્યા વિના કામ કરી સમય બગાડવો એવો પણ અર્થ છે. જોકે, કોઈ ચાલાકી કરીને છેતરી જાય તો એ મારી સાથે રમત રમી ગયો એમ કહેવાય છે. પરણ્યા પછી જમાઈને પહેલી વાર જમવા બોલાવે એના માટે રમત રમવા બોલાવવું એવો પ્રયોગ અસલના વખતમાં કરવામાં આવતો હતો. રમતવાત એટલે ચપટી વગાડતામાં કે આસાન વાત એવો અર્થ થાય છે.
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મારી કતલ થાય છે, મારા ટુકડેટુકડા થાય છે,
પીડા તો હું ભોગવું છું અને રડો છો તો તમે.
અ) નારંગી બ) મરચું ક) ગાજર ડ) કાંદો
———-
ઈર્શાદ
ઈચ્છાઓ તો ઘણી કરી, એકે ફળી નથી,
જીવે છે તે છતાં બધી, હજી એકે મરી નથી.
– જલન માતરી
———–
માઈન્ડ ગેમ
૭૬ – ૪૨ + ૫૬ – ૩૫ + ૨૭ = કેટલા થાય એ ચોકસાઈથી ગણતરી કરીને કહી શકશો?
અ) ૬૮ બ) ૭૪ ક) ૮૨ ડ) ૯૯
———-
ગયા સોમવારના જવાબ
દેવયાની યયાતિની પત્ની
દધીચિ વજ્ માટે હાડકાં આપનાર ઋષિ
દમયંતી નળ રાજાની પત્ની
દુર્વાસા ક્રોધી સ્વભાવના ઋષિ
દુષ્યંત શકુંતલાનો પતિ
———-
ગુજરાત મોરી મોરી રે
ગામને મોઢે ગળણું ન બંધાય
———–
ઓળખાણ પડી?
પંચવટી
———
માઈન્ડ ગેમ
૫૨૮
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મંકોડો
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમયા (૩) મુલરાજ કપૂર (૪) શ્રદ્ધા આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) મિસીસ ભારતી કટકિયા (૭) વિભા મહેશ્ર્વરી (૮) ભારતી બૂચ (૯) લજીતા ખોના (૧૦) નિખીલ બંગાળી (૧૧) અમીષી બંગાળી (૧૨) ખુશ્રુ કાપડિયા (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) પુષ્પા પટેલ (૧૫) મહેન્દ્ર લોઢવિયા (૧૬) મીનળ કાપડિયા (૧૭) વર્ષા મિલિંદ નાનસી (૧૮) ભાવના કર્વે (૧૯) મહેશ દોશી (૨૦) હર્ષા મહેતા (૨૧) રજનીકાંત પટવા (૨૨) મીલીંદ નાનસી (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) અંજુ ટોલીયા (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) વીણા સંપટ (૨૮) શિલ્પા શ્રોફ (૨૯) દિલીપ પરીખ (૩૦) વિજય આસર (૩૧) જ્યોત્સના ગાંધી (૩૨) રમેશ દલાલ (૩૩) હીના દલાલ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) તાહેર ઔરંગાબાદવાલા (૩૬) શીરીન ઔરંગાબાદવાલા (૩૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૮) હરીશ જી. સુતરીયા (૩૯) મહેશ સંઘવી (૪૦) પુષ્પા ખોના (૪૧) મૂલરાજ કપૂર (૪૨) સુરેખા સુધીર દેસાઈ (૪૩) વિલાસ સી અંબાણી (૪૪) જયવંત પદમશી ચિખલ (૪૫) નિતીન બજરીયા (૪૬) પુષ્પા ખોના.