‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
છજું જાળ
છટકું પગનું ઘરેણું
છડા ગોટાળો
છબરડો તસવીર
છબી ઝરુખાનું છાપરું
———
ઓળખાણ પડી?
વિશ્ર્વ વિખ્યાત રાજકારણી, શિક્ષક અને તત્ત્વચિંતકની ઓળખાણ પડી, જેમની વિચારધારા વર્ષો સુધી ચીનને તેમ જ વિશ્ર્વને માર્ગદર્શન આપતી રહી.
અ) માઓત્સે તુંગ બ) વેંગ ફૂ ક) ક્ધફ્યુશિયસ ડ) ઝૂ યેન
———
ગુજરાત મોરી મોરી રે
રૂઢિપ્રયોગના ઉપયોગથી કોઈ વાત અત્યંત પ્રભાવીપણે કહી શકાય છે. કોઈ કામ કે તપાસ આગળ વધતા અટકાવવા એ કયા પ્રયોગથી વ્યક્ત થાય છે?
અ) દાઢીમાં હાથ નાખવો બ) ભીનું સંકેલવું
ક) બાફી મારવું ડ) આડંબર કરવો
——-
જાણવા જેવું
ધીમી ગતિ અને લાંબા આયુષ્ય માટે જાણીતો કાચબો કર્ક અને કૂર્મ તરીકે પણ ઓળખાય છે. કાચબો જમીન પર તેમ જ પાણીમાં પણ રહે છે. તેની પીઠનું કોટલું બહુ કઠણ હોય છે અને તેની ઢાલ બને છે. સલામતી માટે પોતાના અંગ, ઉપાંગ, માથું પોતાની ઢાલમાં સંકેલી શકે છે. તે ગરમ પ્રદેશમાં વસે છે. શંકર સન્મુખ કાચબાની સ્થાપના થાય છે. કાચબાની આયુમર્યાદા આશરે ૪૦૦ વર્ષ સુધીની માનવામાં આવે છે.
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે આપણને સ્વતંત્રતા મળી ત્યારે બ્રિટનના વડા પ્રધાન કોણ હતા એ ઈતિહાસમાં ડોકિયું કરી જણાવો.
અ) વિન્સ્ટન ચર્ચિલ
બ) નેવિલ ચેમ્બરલીન
ક) હેરલ્ડ મેકમિલન
ડ) ક્લેમેન્ટ એટલી
———
નોંધી રાખો
વૃદ્ધત્વને કારણે મૃત્યુ થાય એ સહજ અને સ્વાભાવિક ગણાય, પણ બીમારીને કારણે અવસાન થાય એ શરીર સાથે અપરાધ કરવા બરાબર કહેવાય.
——–
માઈન્ડ ગેમ
આપણા ખોરાકમાં ગળપણ તરીકે વપરાતી સાકર કેમિસ્ટ્રી અનુસાર કયો પદાર્થ કહેવાય છે એ કહી શકશો?
અ) નાઈટ્રેટ બ) આલ્કલી ક) હાઇડ્રોકાર્બન ડ) કાર્બોહાઇડ્રેટ
———
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ભોરિંગ સાપ
ભેરુ સાથી
ભોજાઈ ભાભી
ભોટ મૂર્ખ
ભ્રાતા ભાઈ
———
ગુજરાત મોરી મોરી રે
ગપ્પાં મારવા
——-
ઓળખાણ પડી?
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો
——–
માઈન્ડ ગેમ
૭૮
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વિનોબા ભાવે
——
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) હર્ષા મહેતા (૪) શ્રદ્ધા આશર (૫) ભારતી બુચ (૬) શીલા શેઠ (૭) ગિરીશ શેઠ (૮) લજિતા ખોના
(૯) હરીશ સુતરીયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) તાહેર ઔરંગાબાદવાલા
(૧૫) શીરીન ઔંગાબાદવાલા (૧૬) ખુશરૂ કાપડિયા (૧૭) મહેન્દ્રા લોઢાવિયા (૧૮) વર્ષા શ્રોફ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) મનીષા શેઠ
(૨૧) ભાવના કર્વે (૨૨) કલ્પના આશર (૨૩) મહેશ દોશી (૨૪) અરવિંદ કામદાર (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીષી બંગાળી (૨૭)
મહેશ સંઘવી (૨૮) અંજુ ટોલિયા (૨૯) પુષ્પા પટેલ (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) દિલીપ પરીખ (૩૨) વિજય ગરોડિયા (૩૩) કિશોરકુમાર વેદ
(૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) રમેશ દલાલ (૩૭) હિના દલાલ (૩૮) નિતિન બજરિયા (૩૯) મિલિંદ નાનસી
(૪૦) યોગેશ જોષી