Homeમેટિનીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——-
ઓળખાણ પડી?
બર્નાર્ડ શોના ‘પિગ્મેલિયન’ નાટકના ફિલ્મ સંસ્કરણ ‘માય ફેર લેડી’ (૧૯૬૪)માં અને હિન્દી ફિલ્મ ‘શાલીમાર’માં કામ કરનાર આ હોલિવૂડ અભિનેતાની ઓળખાણ પડી?
અ) પોલ ન્યુમેન બ) ડીન માર્ટિન ક) રેક્સ હેરિસન ડ) ફ્રેન્ક સિનાત્રા
———
જાણવા જેવું
બિમલ રોય નિર્મિત અને દિગ્દર્શિત ‘મધુમતી’ (૧૯૫૮) ફિલ્મને બેસ્ટ ફિલ્મનો નેશનલ અવોર્ડ મળવા ઉપરાંત ફિલ્મફેર એવોર્ડમાં ૧૨ નામાંકન પ્રાપ્ત થયા હતા જેમાંથી ૯ એવોર્ડ ફિલ્મને મળ્યા હતા. જાણવા જેવી રસપ્રદ વાત એ છે કે બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ નહોતા મળ્યા. અલબત્ત ‘મધુમતી’ની હિરોઈન વૈજયંતીમાલાને એ વર્ષે બી. આર. ચોપરાની ‘સાધના’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
——-
નોંધી રાખો
આ દુનિયામાં બધી જ ચીજ મૂલ્યવાન લાગે છે, પણ મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી.
———-
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A                 B
गंजा       નાનકડી ગલી
गंजेडी    ગુમાવવું
गॅवार     માથાની ટાલ
गॅवाना  ગામડિયું, અસભ્ય
गलियारी     ગાંજાનો વ્યસની
——–
ગુજરાત મોરી મોરી રે
વિનોદિની નીલકંઠની ટૂંકી વાર્તા પરથી બનેલી કાંતિ મડિયા દિગ્દર્શિત ફિલ્મનું નામ જણાવો જેમાં રાજીવ અને રાગિણી મુખ્ય ભૂમિકામાં હતા?
અ) લાખો ફુલાણી બ) શેતલને કાંઠે
ક) ઝેર તો પીધાં જાણી જાણી ડ) કાશીનો દીકરો
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એક્શન ફિલ્મોના લોકપ્રિય એક્ટર મિથુન ચક્રવર્તીને કઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો એ જણાવો.
અ) સુરક્ષા બ) મૃગયા
ક) વારદાત ડ) ડિસ્કો ડાન્સર
———
માઈન્ડ ગેમ
શાહરુખ ખાને એની કારકિર્દીમાં શ્રીદેવી સાથે એક જ ફિલ્મમાં કામ કર્યું છે. આપેલા વિકલ્પોમાંથી એ ફિલ્મનું નામ શોધી કાઢો.
અ) ચાલબાઝ બ) આર્મી ક) અંજામ ડ) જુદાઈ
——–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
बहार    વસંત ઋતુ
बाहर   બહાર, અંદર નહીં
बहनोई   બનેવી
बसेरा    માળો, નિવાસ
बखेडा   ઝઘડો, ઝંઝટ
——–
ગુજરાત મોરી મોરી રે
અસરાની
——–
ઓળખાણ પડી?
કૃતિ સેનન
——–
માઈન્ડ ગેમ
આ જાને જાં
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હેરા ફેરી
——
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧)સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ખુશ્રુ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસિસ. ભારતી કટકિયા (૮) નિખિલ બંગાળી (૯) અમીષી બંગાળી (૧૦) ભારતી બુચ (૧૧) લજીતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) પુષ્પા પટેલ (૧૪) મહેન્દ્ર લોઢાવિયા (૧૫) રંજન લોઢાવિયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) રસિક જૂઠાણી ટોરન્ટો-કેનેડા (૨૦) મહેશ દોશી (૨૧) મીનળ કાપડિયા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) દિના વિકમશી (૨૬) સ્નેહલ કોઠારી (૨૭) અંજુ ટોલિયા (૨૮) વિલાસ સી. અંબાની (૨૯) હરીશ જી. સુતરીયા (૩૦) હર્ષા મહેતા (૩૧) ભાવના કર્વે (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) રજનીકાંત પટવા (૩૮) સુનીતા પટવા (૩૯) વિજય ગરોડિયા (૪૦) પુષ્પા ખોના (૪૧) નીતિન જે. બજરીયા (૪૨) કલ્પના આશર (૪૩) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -