‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
गोड કડવું
आबंट સ્વાદ
कडु તીખું
तिखट ગળ્યું
चव ખાટું
———
ઓળખાણ પડી?
૧૯૯૬માં સ્કોટલેન્ડમાં ન્યુક્લિયર ટ્રાન્સફર ટેક્નિકની મદદથી ક્લોન કરવામાં આવેલી પ્રથમ માદા ઘેટું કયા નામથી જગતભરમાં જાણીતું બન્યું હતું?
અ) રોઝી બ) ડોલી ક) મેરી ડ) સ્વીટી
——–
ગુજરાત મોરી મોરી રે
દર મહિને સરેરાશ ૨૫ જહાજ ભાંગવા માટે આવે છે એ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કયા જિલ્લામાં આવ્યું છે એ કહી શકશો?
અ) જૂનાગઢ બ) જામનગર
ક) ભાવનગર ડ) સાબરકાંઠા
———-
જાણવા જેવું
શાલિવાહને ચલાવેલા શક સંવત ઈ.સ. ૭૮ થી શરૂ થાય છે. અમુક વિજયના સ્મરણ માટે વિજયી પુરુષના જન્મ અથવા વિજયી કાળથી દરેક વર્ષની ગણતરી અગાઉ થતી. હાલમાં જુદા જુદા શક ચાલે છે તેમાં સપ્તર્ષિ કાળ, વિક્રમ કાળ, શાલિવાહન કાળ, બંગાળી સન, અમલીસન, ફસલીસન, સૂરસન, મગીસન, કોલ્લમ અથવા પરશુરામકાળ, લક્ષ્મણસેનકાળ, રાજશક, વિલાયતી સન અને ખ્રિસ્તી સન એ મુખ્ય છે.
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું હિન્દુ કેલેન્ડરના મહિનાનું નામ
શોધી કાઢો.
લગ્નની ઉજવણી વખતે સાફા ગણતરી કરીને મગાવ્યા હતા.
———-
નોંધી રાખો
દેશે તમારા માટે શું કર્યું છે એનો વિચાર કરવાને બદલે તમે દેશ માટે શું કર્યું એ વિચાર વધુ મહત્ત્વ
ધરાવે છે.
——-
માઈન્ડ ગેમ
ચાર લિટર દૂધમાંથી દોઢ કિલો ઘી તૈયાર થાય તો બાર લિટર દૂધમાંથી કેટલું ઘી બને એ ગણતરી કરી કહી શકશો?
અ) ૨.૭૫ કિલો
બ) ૩.૫ કિલો ક) ૪.૫ કિલો
ડ) ૫.૨૫ કિલો
——-
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
वारा પવન
वाळू રેતી
वाट રસ્તો
वाटप વહેંચણી
वाईट ખરાબ
——-
ગુજરાત મોરી મોરી રે
ચોરવાડ
——-
ઓળખાણ પડી?
મેરી ક્યુરી
——
માઈન્ડ ગેમ
૪૫
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કમળ
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) કલ્પના આશર (૪) જયશ્રી બુચ (૫) નિખિલ બંગાળી (૬) અમીષી બંગાળી (૭) શ્રદ્ધા આશર (૮) લજિતા ખોના (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) હરીશ સુતરીયા (૧૧) વર્ષા શ્રોફ (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) શીરીન ઔરંગાબાદવાલા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) હર્ષા મહેતા (૧૮) મહેશ દોશી (૧૯) મીનળ કાપડિયા (૨૦) મહેન્દ્રા લોઢાવિયા (૨૧) પુષ્પા પટેલ (૨૨) કિશોરકુમાર વેદ (૨૩) જયવંત ચિખલ (૨૪) રાજુલ પટેલ (૨૫) નંદુ સજાણવાલા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) ભાવના કર્વે (૨૯) પુષ્પા ખોના (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) દિલીપ પરીખ (૩૨) વર્ષા નાનસી (૩૩) મહેશ સંઘવી (૩૪) ગિરીશ મિસ્ત્રી (૩૫) નયના મિસ્ત્રી (૩૬) સુરેખા દેસાઈ (૩૭) વિજય ગરોડિયા (૩૮) નિતિન બજરિયા (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) રમેશ દલાલ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) હિના દલાલ