Homeધર્મતેજફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ભાષા વૈભવ…
પૌરાણિક વ્યક્તિના પરિચયની જોડી જમાવો
A          B
કુબેર     નાસ્તિક તત્ત્વ દર્શન
કુબ્જા     કંસનો સસરો
ઘટોત્કચ  ધનના દેવતા
ચાર્વાક     કદરૂપી દાસી
જરાસંધ    ભીમ – હિડિંબાનો પુત્ર
——–
ઓળખાણ પડી?
પાંડવોને જીવતા બાળી નાખવા કૌરવોએ જે ઘર બનાવવાની યોજના કરી હતી એ ઘર કયા નામથી ઓળખાય છે એ કહી શકશો?
અ) કારાગૃહ બ) અગ્નિગૃહ ક) શણગૃહ ડ) લાક્ષાગૃહ
——-
ગુજરાત મોરી મોરી રે
તોફાની બારકસ બાળકો એ હદે મનસ્વી બની
જતા હોય છે કે માતા – પિતા અને શિક્ષકને સુધ્ધાં નથી ગણકારતા એ વાત કયા રૂઢિપ્રયોગથી વ્યક્ત થાય છે?
અ) બેદખલ કરવું બ) આઘુંપાછું કરવું
ક) અંગારો ઊઠવો ડ) ઘોળીને પી જવું
———
માતૃભાષાની મહેક
નિરંજન એટલે પરમાત્મા. ત્રિગુણાતીત એટલે સત્ત્વ, રજસ અને તમસ એ ત્રિગુણી માયાના ત્રણે ગુણોથી પર તે નિરંજન કહેવાય. માયાનું અંજન પરમાત્માને લાગતું નથી, તેથી તે નિરંજન કહેવાય છે. નિરંજન શબ્દ નિર (વગરનું) + અંજન (અંધકાર)ના સંયોજનથી બન્યો છે. નિરંજના એટલે દુર્ગા અથવા સીતા માતાનું પણ એક નામ છે. દ્વેષ વિનાની કે કલંક રહિત નારી નિરંજની તરીકે ઓળખાય છે.
———-
ઈર્શાદ
તું એ વર્ષા છે કે એકાએક જે વરસી પડે છે,
મુજ તૃષા એવી જે બારે માસ ચાતક હોય છે.
– ગની દહીંવાળા
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નીલગગનમાં ચાદર ઓઢીને, રહેતા નવ ભાઇ એકલા,
જનક એમનો એક જ છે, ફેરફૂદડી ફરીને કરે છે કલા.
અ) નવ રસ બ) નવ ગ્રહ ક) નવરાત્રી ડ) નવ મંડળ
——-
માઈન્ડ ગેમ
(૮૬ x ૪૫) – (૩૪ x ૫૫) = કેટલા થાય?
અ) ૯૯૦ બ) ૧૬૬૦ ક) ૨૦૦૦ ડ) ૨૪૭૦
——-
ગયા સોમવારના જવાબ
કંસ        કૃષ્ણના મામા
કચ       દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર
કણ્વ     શકુંતલાના પાલક પિતા
કર્ણ      કુંતી પુત્ર
કુંભકર્ણ  રાવણનો નાનો ભાઈ
——-
ગુજરાત મોરી મોરી રે
રુખસદ
——-
ઓળખાણ પડી?
દ્વારકા
——-
માઈન્ડ ગેમ
૧૮૦
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ટેલિફોન
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) શ્રદ્ધા આશર (૪) ભારતી બુચ (૫) જ્યોતિ ખાંડવાલા (૬) પુષ્પા પટેલ (૭) નિખિલ
બંગાળી (૮) અમીષી બંગાળી (૯) હરીશ સુતરીયા (૧૦) પ્રવીણ વોરા (૧૧) હર્ષા મહેતા (૧૨) તાહેર ઔરંગાબાદવાલા (૧૩)
શીરીન ઔરંગાબાદવાલા (૧૪) મહેશ દોશી (૧૫) મીનળ કાપડિયા (૧૬) વર્ષા શ્રોફ (૧૭) કલ્પના આશર (૧૮) ભાવના કર્વે (૧૯)
મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) હર્ષા મહેતા (૨૨) રાજુલ પટેલ (૨૩) અંજુ ટોલિયા (૨૪) દિલીપ પરીખ (૨૫) કિશોરકુમાર
વેદ (૨૬) જયવંત ચિખલ (૨૭) પુષ્પા ખોના (૨૮) રવિન્દ્ર પાટડિયા (૨૯) વીના સંપટ (૩૦) મહેશ સંઘવી (૩૧) યોગેશ જોષી
(૩૨) વર્ષા નાનસી (૩૩) નિતિન બજરિયા (૩૪) સુરેખા દેસાઈ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) ઈનાશ્રી દલાલ (૩૭) રમેશ દલાલ
(૩૮) હિના દલાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -