ઓળખાણ પડી?
મેંદો અને ઘીની બનાવટની ચાસણીમાં ડુબાડીને બનાવવામાં આવતી અને ખાસ દિવાળીમાં તૈયાર થતી આ મીઠાઈની ઓળખાણ પડી?
અ) પેઠા બ) મોહનથાળ ક) સાટા ડ) ઓરમું
—
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
સવલત MINOR
સગવડ RELATION
સગડ ARRANGEMENT,
સગીર CONCESSION
સગપણ FOOTPRINT
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લાગે ઢમઢોલ શરીર, પણ નથી કંઈ મારો ભાર જરાય,
દેહ મારો રંગબેરંગી, ગેસ ભરો તો હું જાઉં આસમાની.
અ) કોળું બ) ફાનસ ક) ફુગ્ગો ડ) દડો
—
માતૃભાષાની મહેક
દે લાખ ત્યારે કહે લે સવા લાખ એ કહેવતમાં માગણી કરતાં વધારે આપવાનું કહી કાંઈ પણ ન આપવાની લુચ્ચાઈ વ્યક્ત થાય છે. તડાકા મારવા કે મોટી મોટી વાતોના મિનારા બાંધવા એના માટે લાખ લાખની વાત થવી એ શબ્દ પ્રયોગ જાણીતો છે. તો વળી લાખ વાતની એક વાત પ્રયોગમાં ટૂંકમાં વાત કે મુદ્દાની વાત એવો અર્થ છે. કોઈ પણ રીતે, ગમે તે ભોગે ભાવ દર્શાવવા માટે લાખ વાતે શબ્દપ્રયોગ વપરાય છે.
—
ગુજરાત મોરી મોરી રે
ખોટો ખોટો શોક વ્યક્ત કરવો કે દુ:ખ થયું હોવાનો ઢોંગ કરવો કે દિલગીરી દેખાડતું નાટક કરવું એ ક્યા પ્રાણીના આંસુ સારવા તરીકે દર્શાવાય છે?
અ) શાહમૃગ બ) જિરાફ ક) ઊંટ ડ) મગર
—
ઈર્શાદ
ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર, તારી ગલીમાં આવીને રમખાણ નહીં કરું.
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.
– સંદીપ પૂજારા
—
માઈન્ડ ગેમ
કયા પારંપરિક ભારતીય પહેરવેશને એ જ શબ્દના અંગ્રેજી સ્પેલિંગ
સાથે ઓક્સફર્ડ ડિક્શનરીમાં સ્થાન આપવામાં આવ્યું છે એ કહી શકશો?
અ) ફેંટો બ) ધોતી ક) સાફો ડ) પંચિયું
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
નીંદર SLEEP
નીડર FEARLESS
નીરવ SILENT
નિ:સંદેહ CERTAIN
નિર્જળ WATERLESS
ગુજરાત મોરી મોરી રે
તર્જની
—
ઓળખાણ પડી?
અળસી
માઈન્ડ ગેમ
સાની
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રાજકોટ