‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————
ઓળખાણ પડી?
અનેક હિન્દી – મરાઠી ફિલ્મો, ટીવી સિરિયલો અને નાટકોમાં માતબર અભિનેતા તરીકે પંકાયેલા આ અભિનેતાની ઓળખાણ પડી?
અ) નાના પાટેકર બ) મોહન આગાશે ક) વિક્રમ ગોખલે ડ) અશોક સરાફ ———-
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
आँत પગનું તળિયું
कंधा સ્નાયુ
कलाई ખભો
तलवा આંતરડું
पेशी કાંડું
———–
ગુજરાત મોરી મોરી રે
આ વર્ષે ઓસ્કર એવોર્ડની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવેલી દિગ્દર્શક પાન નલિનની ગુજરાતી ફિલ્મનું નામ જાણો છો?
અ) નાડી દોષ બ) ફક્ત મહિલાઓ માટે
ક) રક્તબીજ ડ) છેલ્લો શો
———-
જાણવા જેવું
મેહબૂબ ખાનની લોકપ્રિય અને ઓસ્કર માટે એન્ટ્રી તરીકે પસંદ થયેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ (૧૯૫૭) તેમની જ ફિલ્મ ‘ઔરત’ (૧૯૪૦)ની રિમેક હતી. ૧૭ વર્ષ પછી બનેલી રિમેકમાં ’ઔરત’ના ત્રણ કલાકાર રિપીટ કરવામાં આવ્યા હતા. એક્ટર કનૈયાલાલે બંને ફિલ્મમાં લંપટ જમીનદાર સુખીલાલાનું પાત્ર ભજવ્યું હતું. સિવાય બંને ફિલ્મમાં સંવાદ લેખક વજાહત મિર્ઝા હતા અને સિનેમેટોગ્રાફી ફરેદૂન ઈરાનીએ કરી હતી.
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જ્યોર્જ બર્નાર્ડ શોના જગવિખ્યાત નાટક ‘પિગ્મેલિયન’ પર આધારિત દેવ આનંદ – ટીના મુનિમની હિન્દી ફિલ્મનું નામ કહી શકશો?
અ) દેસ પરદેસ બ) અમીર ગરીબ ક) લૂટમાર ડ) મનપસંદ
———
નોંધી રાખો
જીવન આખું ડહાપણ આવતું નથી અને ઝાંઝવાના જળ પીવાનું ગાંડપણ કેમે કરી જાતું નથી.
———
માઈન્ડ ગેમ
રાજ કુમાર – રાજેશ ખન્ના – માલા સિંહા સાથે નજરે પડ્યાં હતાં એ ફિલ્મનું નામ આપેલા વિકલ્પમાંથી જણાવો.
અ) મર્યાદા બ) સંજોગ
ક) ક્રાંતિવીર ડ) બુલંદી
———
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
शबाब યૌવન, જુવાની
शराब દારૂ, મદિરા
शहद મધ
शकल ચહેરો
शलाका સળિયો અથવા તીર
——–
ગુજરાત મોરી મોરી રે
ભવની ભવાઈ
——–
ઓળખાણ પડી?
નીતુ સિંહ
——-
માઈન્ડ ગેમ
કભી કભી
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
યે જવાની હૈ દીવાની
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મિસીસ ભારતી કટકિયા (૫) શ્રદ્ધા આશર (૬) વિભા મહેશ્ર્વરી (૭) ભારતી બૂચ (૮) જ્યોતિ ખાંડવાલા (૯) નિખીલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) મહેશ દોશી (૧૨) પુષ્પા પટેલ (૧૩) હરીશ જી. સુતરીયા (૧૪) હર્ષા મહેતા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) રાજુલ ભદ્રેશ પટેલ (૨૧) મહેશ સંઘવી (૨૨) રજનીકાંત પટવા (૨૩) સુનીતા પટવા (૨૪) શિલ્પા શ્રોફ (૨૫) અંજુ ટોલિયા (૨૬) ભાવના કર્વે (૨૭) શૈલેષ વોરા (૨૮) વીણા સંપટ (૨૯) દિલીપ પરીખ (૩૦) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૧) જયવંત પદમશી ચિખલ (૩૨) પુષ્પા ખોના (૩૩) રવિન્દ્ર પાટડિયા (૩૪) નીતીન બજરિયા (૩૫) અરવિંદ કામદાર (૩૬) લજીતા ખોના (૩૭) વિજય ગોરડિયા (૩૮) તાહેર ઔરંગાબાદવાળા (૩૯) શીરીન ઔરંગાબાદવાળા (૪૦) સુરેખા સુધીર દેસાઈ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) હીના દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) ગીરીશ સેઠ (૪૬) શીલા શેઠ (૪૭) અજીત ઉદ્દેશી.