‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.
————-
ઓળખાણ પડી?
૧૯૭૦ના દાયકામાં સ્ત્રી હક માટે લડત ચલાવનાર અને પાણીવાળી બાઈ તરીકે જાણીતાં બનેલાં આ સમાજવાદી નેતાની ઓળખાણ પડી?
અ) તારા રેડ્ડી
બ) મૃણાલ ગોરે
ક) અહિલ્યા રાંગણેકર
ડ) મેધા પાટકર
————
જાણવા જેવું
સામાજિક દૃષ્ટિકોણથી આ સંસારમાં એવી ત્રણ વ્યક્તિ છે જેના આપણા પર બહુ મોટા ઉપકાર છે. એ ત્રણ વ્યક્તિ છે માતા, પિતા અને ગુરુ. એટલે જ તો કહ્યું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્યદેવો ભવ. આ વાતનું મહત્ત્વ સમજીને જ આપણે માતા – પિતા અને ગુરુની પ્રદક્ષિણા કરીએ છીએ. ભગવાન શ્રી ગણેશજીએ માતાપિતાની પ્રદક્ષિણા કરેલી એ કથા જાણીતી છે. પ્રદક્ષિણા કરવાથી શરીર લયમાં આવે છે.
———–
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
राखीव અનાડી
राग કતાર
रांग જંગલ, વગડો
रांगडा ગુસ્સો
रान અનામત
———–
ગુજરાત મોરી મોરી રે
આપેલા વિકલ્પોમાંથી કયા શબ્દનો અર્થ અશક્ય, અસંભવિત, આકાશમાં ફૂલ ન હોય એવું અશક્ય થાય છે એ શોધી કાઢો.
અ) આકાશકલ્પ બ) આકાશકુસુમવત્
ક) આકાશગંગા ડ) આકાશચલ્લી
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલો બ્રાઝિલનો ભૂતપૂર્વ મહાન ફૂટબોલ ખેલાડી શોધી કાઢો.
તમને કોઈ કંઈ ભલે આપે લેતી વખતે બે વાર વિચાર કરવો જોઈએ.
————
નોંધી રાખો
તમે કેટલા વ્યસ્ત છો એ તો મહત્ત્વ ધરાવે જ છે,
પણ તમે કઈ બાબતે વ્યસ્ત છો એનું મહત્ત્વ વિશેષ છે.
———–
માઈન્ડ ગેમ
તહેવારની ઉજવણીમાં વિશિષ્ટ સ્થાન ધરાવતો ભાઈ – બહેનનો રક્ષાબંધનનો – બળેવનો તહેવાર હિન્દુ કેલેન્ડર અનુસાર કયા મહિનામાં આવે છે એ કહી શકશો?
અ) માગશર બ) અષાઢ ક) શ્રાવણ ડ) આસો
————
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
पंतोजी મહેતાજી
पाधरूण પછેડી, ઓછાડ
पांढरा સફેદ
पाऊल પગલું
पाऊस વરસાદ
———–
ગુજરાત મોરી મોરી રે
ભીરુ
———-
ઓળખાણ પડી?
ડાયેના
————
માઈન્ડ ગેમ
૨૯૭૯
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
લોખંડ
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મિસીસ. ભારતી કટકિયા (૫) શ્રદ્ધા આશર (૬) વિભા મહેશ્ર્વરી (૭) ભારતી બૂચ (૮) જ્યોતિ ખાંડવાલા (૯) નિખીલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) મહેશ દોશી (૧૨) પુષ્પા પટેલ (૧૩) હરીશ જી. સુતરીયા (૧૪) હર્ષા મહેતા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) રાજુલ ભદ્રેશ પટેલ (૨૧) મહેશ સંઘવી (૨૨) રજનીકાંત પટવા (૨૩) સુનિતા પટવા (૨૪) શિલ્પા શ્રોફ (૨૫) અંજુ ટોલિયા (૨૬) ભાવના કર્વે (૨૭) શૈલેષ વોરા (૨૮) વીના સંપટ (૨૯) દિલીપ પરીખ (૩૦) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૧) જયવંત પદમશી ચિખલ (૩૨) પુષ્પા ખોના (૩૩) રવિન્દ્ર પાટડીયા (૩૪) નિતીન જે. બજરિયા (૩૫) અરવિંદ કામદાર (૩૬) લજીતા ખોના (૩૭) વિજય ગોરડિયા (૩૮) તાહેર ઔરંગાબાદવાલા (૩૯) શીરીન ઔરંગાબાદવાલા (૪૦) સુરેખા સુધીર દેસાઈ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) હીના દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) ઈનાક્ષી દલાલ.