ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
PALE હથેળી
PAIL મિત્ર
PLEA નિસ્તેજ, ઝાંખું
PAL અરજી, દલીલ
PALM બાલદી
——–
ઓળખાણ પડી?
હાલ કતારમાં ચાલી રહેલી વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધામાં રમતા અનેક ખેલપ્રેમીઓના માનીતા આ પ્રતિભાશાળી ખેલાડીની ઓળખાણ પડી?
અ) નેમાર બ) લિયોનલ મેસી
ક) ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ડ) કરીમ બેન્ઝેમા
———
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય એવા માતાજીના ગરબાની પંક્તિ પૂરી કરો.
————- ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય.
અ) લાલ રંગની બ) મેઘધનુષી
ક) આસમાની રંગની ડ) લીલા રંગની
———
માતૃભાષાની મહેક
સત્યે પથ્થર તરે, અસત્યે તૂંબડું પણ ડૂબે: આ કહેવત દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે. વાત સાચી હોય તો પાણીમાં ડૂબી જતો પથ્થર પણ તરી જાય, મતલબ કે હકીકત સામે આવી જાય. પણ જો વાત ખોટી હોય, એણે અસત્યના વાઘા પહેર્યા હોય તો તરી શકે એવું હલકું ફૂલ તુંબડીના ફળના કોટલાનું બનાવેલું લોટા જેવું પાત્ર પણ ડૂબી જાય. મતલબ કે અસત્ય ટકી શકે નહીં. પારકે તુંબડે તરવું એટલે બીજાનો આધાર લેવો એવો ભાવાર્થ છે.
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
અજવાળાની હાજરીમાં એનું અસ્તિત્વ અશક્ય છે,
એ જેટલું વધારે હોય એટલું આંખોને ઓછું દેખાય છે.
અ) સમય બ) ઘડિયાળ ક) અંધારું ડ) પ્રકાશ
———–
ઈર્શાદ
ત્વચા પર રાતે મોકો શોધું છું હું ચોરની માફક,
અને આ સ્પર્શ જાણે ભૂખ્યા આદમખોરની માફક.
– શોભિત દેસાઈ
———-
માઈન્ડ ગેમ
મહેશને બે લાખ રૂપિયા પર એક વર્ષ માટે ૭ ટકા વ્યાજ મળ્યું અને વ્યાજ સહિતની રકમના કરેલા એક સોદામાં એને ૧૦ ટકા નફો મળ્યો. અંતે એના હાથમાં કુલ કેટલા પૈસા આવ્યા?
અ) ૨,૧૦,૦૦૦ બ) ૨,૩૫,૪૦૦ ક) ૨,૫૬,૦૦૦ ડ) ૨,૭૦,૦૦૦
———
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
LIP હોઠ
LEAP કૂદકો
LIE અસત્ય
LYE ક્ષારવાળું પાણી
LYRIC ગીત
——–
ગુજરાત મોરી મોરી રે
સુખદુ:ખ
——–
ઓળખાણ પડી?
ગ્રેમ સ્મિથ
———-
માઈન્ડ ગેમ
૯૩
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઉંમર
———