Homeધર્મતેજફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————–
ઓળખાણ પડી?
ગંગા નદીને કિનારે વસેલા અને ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ જ્યાં થાય છે એ ઉત્તર પ્રદેશના અલાહાબાદ શહેરનું નવું નામ
જાણો છો?
અ) ગુરુગ્રામ બ) પ્રયાગરાજ ક) વારાણસી ડ) જૌનપુર
————
માતૃભાષાની મહેક
જેને જાણવાથી યથાર્થ વિદ્યાનું જ્ઞાન થાય છે એ જ્ઞાનનું નામ વેદ માનવામાં આવે છે. એ અનંત કહેવાય છે કારણ કે, ઈશ્ર્વરના જ્ઞાનની મર્યાદા નથી. તે ક્યારે ઉત્પન્ન થયો તે કોઈ જાણતું નથી, તેથી તેને અનાદિ પણ કહે છે. વળી તે કોણે કીધો તે કોઈ કહી શકતું નથી, તેથી તે અપૌરુષેય સુધ્ધાં મનાય છે. ખાસ વાત એ કે આપણે તે પૂર્વથી સાંભળતા આવ્યા છીએ તેથી શ્રુતિ કહેવાય છે. વેદ ચાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
————
ઈર્શાદ
વાહ, દોબારા અને ક્યા બાત વાગે છે,
ગઝલને દાદરૂપે ફેંકો એ ખેરાત વાગે છે.
– જુગલ દરજી
———-
ભાષા વૈભવ…
પૌરાણિક વ્યક્તિના પરિચયની જોડી જમાવો
A          B
ઉર્વશી    લક્ષ્મણની પત્ની
ઉલૂપી    પુરુરવાની પત્ની
ઉર્મિલા    અર્જુનની પત્ની
ઉત્તરા      શિવજીના પત્ની
ઉમા       અભિમન્યુની પત્ની
———–
ગુજરાત મોરી મોરી રે
હોનારત, આક્રમણ કે અન્ય કોઈ કારણને પગલે કોઈ પરિવાર કે સમગ્ર પ્રદેશની જનતા સ્વેચ્છાએ સરસામાન લઈ ચાલતી પકડે એ માટે કયો શબ્દ પ્રયોગ વપરાય છે?
અ) આંટો મારવો બ) ઉચાળા ભરવા
ક) આંગળી પકડવી ડ) દેશનિકાલ કરવું
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એ રાખે પૈસા – કપડાં, સાચવે મોંઘેરા દરદાગીના,
તાળું મારી સૌ સુખથી સૂએ, લોકો ઘરમાં અચૂક વસાવે.
અ) પરસાળ બ) શાલિગ્રામ ક) કમાડ ડ) તિજોરી
———
માઈન્ડ ગેમ
(૧૫ X ૪ X ૬) + (૭ X ૩X ૫) = કેટલા થાય?
અ) ૫૩૫ બ) ૨૧૮
ક) ૩૯૦ ડ) ૪૬૫
———–
ગયા સોમવારના જવાબ
અજ            દશરથ રાજાના પિતા
અગસ્ત્ય        દરિયો પીનારા ઋષિ
અભિમન્યુ     અર્જુન – સુભદ્રાનો પુત્ર
અશ્ર્વત્થામા  ગુરુ દ્રોણનો પુત્ર
અશ્ર્વિની     કુમાર દેવોના વૈદ્ય
———–
ગુજરાત મોરી મોરી રે
ટાઢે પાણીએ ખસ જવી
———-
ઓળખાણ પડી?
મેરઠ
———-
માઈન્ડ ગેમ
૧૫૦૦
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
જ્ઞ
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) સુરેખા સુધીર દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) મિસીસ. ભારતી કટકિયા (૭) વિભા મહેશ્ર્વરી (૮) કલ્પના આશર (૯) નિખીલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) લજીતા ખોના (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) મહેશ સંઘવી (૧૪) પુષ્પા પટેલ (૧૫) હરીશ જી. સુતરીયા (૧૬) હર્ષા મહેતા (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) મીનળ કાપડિયા (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨૪) સુનીતા પટવા (૨૫) રજનીકાંત પટવા (૨૬) ભાવના કર્વે (૨૭) ખુશ્રુ કાપડિયા (૨૮) અંજુ ટોલીયા (૨૯) મહેશ દોશી (૩૦) દિલીપ પરીખ (૩૧) મહેશ સંઘવી (૩૨) પુષ્પા ખોના (૩૩) પ્રવીણ વોરા (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) સ્નેહલભાઈ કોઠારી (૩૬) અરવિંદ કામદાર (૩૭)જ્યોત્સના ગાંધી (૩૮) હીના દલાલ (૩૯) રમેશ દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) નીતીન જે. બજરીયા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -