‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ઓળખાણ પડી?
હિન્દુઓની ચાર ધામ યાત્રામાં જેનું સ્થાન છે એ વૈષ્ણવ સંપ્રદાયનું જગન્નાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે એ ઓળખી કાઢો.
અ) કર્ણાટક
બ) કેરળ
ક) તમિળનાડુ
ડ) ઓડિશા
———–
જાણવા જેવું
સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સંચય. સંગીત વિદ્યા અને સંગીત કળા, એમ સંગીતના બે ભાગ છે. જે સંગીતની હર કોઈ ચીજ રાગ, સ્વર, તાલ, લય અને ગ્રામને અનુસરી બનાવી ગાવા બજાવવા જેવી કરી આપવી, તેનું નામ સંગીત વિદ્યા કહેવાય છે અને સંગીતની હર કોઈ ચીજ કવિતાદિ રચનાના નિયમો પ્રમાણે બનાવી આપી હોય તો તે પ્રમાણે ગાઈ, બજાવી કે નાચી જણાવવું તેનું નામ સંગીત કળા કહેવાય છે.
———-
નોંધી રાખો
પરસેવો ભીનો હોય છે, પણ ભીની વસ્તુને તડકે સૂકવવા મૂકીએ એમ પરસેવાને સૂકવવા મૂકી શકાય ખરો?
————
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
A B
આંચ ગાંઠ
આંગી તાણનો રોગ
આંટી કાજળ
આંચકી ઝાળ અથવા નુકસાન
આંજણ મૂર્તિનાં શણગાર
———-
ગુજરાત મોરી મોરી રે
બુદ્ધિ, સમજશક્તિનો અર્થ ધરાવતો શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
કોઈ ગાંડા ઘેલા કાઢે ત્યારે ——— ચસકી એમ કહેવાય છે.
અ) વાદળી બ) ડાગળી ક) સાળવી ડ) મૂર્ખાઈ
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવતો કયો વિસ્તાર ૧૯૭૫માં ભારતના રાજ્ય તરીકે જોડાઈ ગયો એ કહી શકશો?
અ) સિક્કિમ
બ) નાગાલેન્ડ
ક) અરુણાચલ
ડ) ગોવા
————-
માઈન્ડ ગેમ- અંગ્રેજી શબ્દ છે
સોવિયેત સ્પેસ પ્રોગ્રામ હેઠળ ૧૯૫૭માં અવકાશમાં તરતા મૂકવામાં આવેલા પ્રથમ માનવ નિર્મિત પૃથ્વીના ઉપગ્રહનું નામ જણાવો.
અ) સોયૂઝ બ) એપોલો
ક) સ્પુટનિક ડ) આર્યભટ્ટ
———-
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
વિષ ઝેર
વિકટ મુશ્કેલ
વિત્ત ધન, દ્રવ્ય
વંચિત વિનાનું, વગરનું
વિખવાદ ઝઘડો
———-
ગુજરાત મોરી મોરી રે
ખોરડાં રે લોલ
———
ઓળખાણ પડી?
પશ્ર્ચિમ બંગાળ
———-
માઈન્ડ ગેમ
NACl
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઈજિપ્ત
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) કલ્પના આશર (૩) શ્રદ્ધા આશર (૪) વિભા મહેશ્ર્વરી (૫) નિખીલ બંગાળી (૬) અમીષી બંગાળી (૭) જાગૃતિ એન. બજરિયા (૮) પુષ્પા પટેલ (૯) મહેશ દોશી (૧૦) હરીશ જી. સુતરીયા (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) લજીતા ખોના (૧૩) ખુશ્રુ કાપડિયા (૧૪) દીના વિકમશી (૧૫) શીરીન ઔરંગાબાદવાળા (૧૬) તાહેર ઔરંગાબાદવાળા (૧૭) ડૉ. પ્રકાશ કટકિયા (૧૮) ભારતી કટકિયા (૧૯) મીનળ કાપડિયા (૨૦) પ્રવીણ વોરા (૨૧) જ્યોત્સના ગાંધી (૨૨) ઈનાક્ષી દલાલ (૨૩) રમેશ દલાલ (૨૪) હીના દલાલ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) રસીક જુઠાની – ટોરન્ટો – કેનેડા (૨૮) રાજુલ ભદ્રેશ પટેલ (૨૯) સુભાષ મોમયા (૩૦) મનીષા શેઠ (૩૧) ફાલ્ગુની શેઠ (૩૨) જયવંત પદમશી ચિખલ (૩૩) વીણા સંપટ (૩૪) ભાવના કર્વે (૩૫) દીલીપ પરીખ (૩૬) નીતીન બજરિયા (૩૭) અરવિંદ કામદાર (૩૮) પુષ્પા ખોના (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) સુરેખા સુધીર દેસાઈ (૪૧) શિલ્પા શ્રોફ.