‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————
ઓળખાણ પડી?
પ્રથમ વિકેટની ભાગીદારીનો ભારતીય વિશ્ર્વ વિક્રમ તોડવામાં નિમિત્ત બનેલા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેનની ઓળખાણ પડી?
અ) શોન પોલોક બ) ગેરી કર્સ્ટન ક) હર્ષલ ગિબ્સ ડ) ગ્રેમ સ્મિથ
———-
માતૃભાષાની મહેક
સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત અનુસાર ખાણીપીણીની જેમ તહેવારની ઉજવણી માટે સુધ્ધાં સુરત જાણીતું છે. સુરતની બળેવ અને મુંબઈની દિવાળી એ બે ખાસ જોવા જેવા અને માણવા જેવા હોય છે. પોંક – ઘારી જેવી આઈટમ માટે સુરત પ્રખ્યાત છે, પણ સુરતના રીંગણ અત્યંત લોકપ્રિય છે. સુરતનાં વેગણને માટે તો દેવ પણ તરસે એમ કહેવાય છે. મતલબ કે સુરતના રીંગણની વાત જ અનેરી છે.
———
ઈર્શાદ
જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત, પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી, બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત. – મુકુલ ચોક્સી
———-
ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
LIP ક્ષારવાળું પાણી
LEAP ગીત
LIE હોઠ
LYE કૂદકો
LYRIC અસત્ય
———-
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય એવા નરસિંહ મહેતાના ભક્તિગીતની પંક્તિ પૂરી કરો.
——— મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.
અ) વેરભાવ બ) હેતકલેશ ક) માન અભિમાન ડ) સુખદુ:ખ
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વધ્યા કરે કાયમ, ક્યારેય એ ઘટતી નથી,
બાળપણ, ઘડપણ વગેરેનું ભાન કાયમ કરાવતી.
અ) યુવાની બ) ઉંમર ક) ગરમી ડ) સમય
———–
માઈન્ડ ગેમ
અંકિતાને ૨૦૦ માર્કનું એક એવા સાત પેપરની પરીક્ષામાં ૧૩૦૨ માર્ક આવ્યા તો એને કુલ કેટલા ટકા માર્ક મળ્યા એ ગણતરી કરી કહી શકશો?
અ) ૭૮ બ) ૮૫ ક) ૯૩ ડ) ૯૬
———
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
PASTOR ધર્મોપદેશક
PASTE ચોંટાડવું
PEST નુકસાનકારક જીવજંતુ
PREY શિકાર
PRAY પ્રાર્થના
———
ગુજરાત મોરી મોરી રે
સવા લાખનો
——–
ઓળખાણ પડી?
શૂટિંગ
———
માઈન્ડ ગેમ
૮૧૦
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ગીની
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) શ્રદ્ધા આશર (૫) વિભા મહેશ્ર્વરી (૬) ભારતી બૂચ (૭) નિખીલ બંગાળી (૮) અમીષી બંગાળી (૯) પુષ્પા પટેલ (૧૦) લજીતા ખોના (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) મીનળ કાપડિયા (૧૩) તાહેર ઔરંગાબાદવાળા
(૧૪) શીરીન ઔરંગાબાદવાળા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) હર્ષા મહેતા (૧૮) ભાવના કર્વે (૧૯) હરીશ જી. સુતરીયા
(૨૦) સુભાષ મોમયા (૨૧) રચનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) રાજુલ પટેલ (૨૪) મહેશ દોશી (૨૫) શિલ્પા શ્રોફ
(૨૬) નિતીન જે. બજરીયા (૨૭) દિલીપ પરીખ (૨૮) પ્રવીણ વોરા (૨૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૦) નયના ગિરીશ મિસ્ત્રી
(૩૧) પુષ્પા ખોના (૩૨) સુરેખા દેસાઈ (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) હીના દલાલ (૩૫) રમેશ દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ.