ભાષા વૈભવ
વિરુદ્ધ અર્થના શબ્દોની જોડી જમાવો
A B
અજ અર્જુન -સુભદ્રાનો પુત્ર
અગસ્ત્ય દશરથ રાજાના પિતા
અભિમન્યુ ગુરુ દ્રોણનો પુત્ર
અશ્ર્વત્થામા દેવોના વૈદ્ય
અશ્ર્વિની કુમાર દરિયો પીનારા ઋષિ
——–
ઓળખાણ પડી?
મહાભારતકાળમાં કૌરવોની વૈભવશાળી રાજધાની તરીકે અત્યંત પ્રચલિત એ હસ્તિનાપુર આજની તારીખમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં નગર છે એ જાણો છો?
અ) રાયબરેલી બ) બલિયા ક) મેરઠ ડ) મથુરા
——–
ગુજરાત મોરી મોરી રે
સામાજિક વ્યવહારમાં કોઈ મુસીબતમાં ફસાઈ ગયા હો અને ઝાઝો પરિશ્રમ કર્યા વિના કે વગર મહેનતે મુશ્કેલી ટળી જાય એ પરિસ્થિતિ કયા રૂઢિપ્રયોગથી સ્પષ્ટ થાય છે?
અ) ઠંડે પાણીએ નાહી નાખવું બ) દાઢીમાં હાથ ઘાલવો
ક) ટાઢે પાણીએ ખસ જવી ડ) રાતા પાણીએ રોવાનો વારો
———-
માતૃભાષાની મહેક
ભાષા સામગ્રીમાં બેન દીકરી માટે કળોયણ શબ્દ છે. સ્વામી આનંદે લખ્યું છે કે ‘બેન દીકરી કે તેનાં બાળકો – ભાણેજા જે એક જ પિતાના ફરજંદ કે વસ્તાર છતાં પરાયા કુળમાં જવાથી હિંદુઓના સામાજિક કાયદાની રૂએ પૈતૃક મિલકતમાં કાયદેસરના હકથી બાતલ ગણાયાં, પણ એ જ કારણે નૈતિક, સામાજિક નાતે કાયદેસર હક કરતાં વધુ હકદાર મનાયાં.’ આવા નૈતિક નાતે હકદારને (એટલે કે દીકરીને) કળોયું કહેવાયું.
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સંજ્ઞામાં અક્ષર છું, સર્વનામમાં નથી, જ્ઞાનીમાં હું રહું છું, મૂર્ખમાં હું વસતો નથી, નામ મારું કહો ચતુર સુજાણ, બારાખડીનો કયો અક્ષર છું.
અ) ક્ષ બ) ણ ક) જ્ઞ ડ) ળ
———–
માઈન્ડ ગેમ
(૮૯ – ૫૪ + ૨૫ – ૪૧ + ૧૧) ડ (૧૫ + ૬૨ – ૩૭ + ૧૦) = કેટલા થાય?
અ) ૯૯૦ બ) ૧૧૫૦ ક) ૧૫૦૦ ડ) ૩૦૫૦
——–
ઈર્શાદ
કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી, જરઝવેરાત સહુ એમનું એમ છે,
તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
– મનોજ ખંડેરિયા
——–
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
વિખૂટું સંગાથે
વિદાય પધરામણી
વિલય હયાતી
વિલાપ હર્ષ
વિકટ સહેલું
——–
ગુજરાત મોરી મોરી રે
બોટાદ
———
ઓળખાણ પડી?
ઓસ્ટ્રેલિયા
———
માઈન્ડ ગેમ
૬૪
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઘંટ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) નિખિલ બંગાળી (૫) અમીષી બંગાળી (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) લજીતા ખોના (૯) પુષ્પા પટેલ (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) તાહેર ઔરંગાબાદવાલા (૧૨) દિલીપ પરીખ (૧૩) ખુશ્રુ કાપડિયા (૧૪) મહેશ દોશી (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) મીનળ કાપડિયા (૧૮) કલ્પના આશર (૧૯) જ્યોતિ ખાંડવાલા (૨૦) હર્ષા મહેતા (૨૧) સુરેખા સુધીર દેસાઈ (૨૨) પદમા લાડ (૨૩) અંજુ ટોલિયા (૨૪) ભાવના કર્વે (૨૫) શિલ્પા શ્રોફ (૨૬) નિતીન બજરિયા (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનીતા પટવા (૨૯) પુષ્પા ખોના (૩૦) વિજય આશર (૩૧) પ્રવીણ વોરા (૩૨) મહેશ સંઘવી (૩૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૪) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) રમેશ દલાલ (૩૯) હીના દલાલ.