Homeઈન્ટરવલફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A           B
BARK   થડ
TWIG   પાંદડું
TRUNK કળી
BUD     ડાળખું
LEAF   ઝાડની છાલ
————-
ઓળખાણ પડી?
રેડિયો સાયન્સના પિતા ગણાતા ભારતીય વૈજ્ઞાનિકની ઓળખાણ પડી? વનસ્પતિમાં જીવ હોય છે એ તેમનું અગત્યનું પ્રદાન છે.
અ) વિક્રમ સારાભાઈ
બ) હરગોવિંદ ખુરાના
ક) જગદીશચંદ્ર બોઝ
ડ) સી વી રામન
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દેશ ફરે દેશાવર ફરે, રાજારાણી વાત કરે,
સહેજ પણ અવાજ વિના કહેવાનું કહી દે.
અ) વિમાન બ) ટ્રેન ક) કાગળ ડ) વિચાર
————-
માતૃભાષાની મહેક
વીંધતાં ભાંગી ગયેલું મોતી, કડવા વેણથી ભાંગેલું હૃદય અને પલોટતાં ભાંગી પડેલો ઘોડો એ ત્રણ એક વાર ભાંગ્યા પછી ફરી સાંધી શકાતાં નથી એ વાત મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ, તાજી (અરબી ઘોડો) ભાંગ્યો તોળતાં, (એને) સાંધો ન કે રેણ દુહા દ્વારા કેવી સોંસરવી દિલ – દિમાગમાં ઊતરી જાય છે ને. સોરઠની ભૂમિ દુહાપ્રધાન કહેવાય છે અને ગિરનારમાં યોજાતા રામનવમીના મેળામાં દુહાની રમઝટ માણવા જેવી હોય છે.
————–
ગુજરાત મોરી મોરી રે
કડવા પાટીદારોનું મૂળ વતન અને ૧૮૫૮માં બાંધવામાં આવેલા ઉમિયા માતાના મંદિર અને વેપારી મથક તેમજ જીરું અને ઈસબગુલની નિકાસ માટે જાણીતા નગરનું નામ જણાવો.
અ) વિરમગામ બ) સિદ્ધપુર ક) ઊંઝા ડ) ઉમરગામ ૩) ચતુર આપો જવાબ
———–
ઈર્શાદ
હમણાં તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં,
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે.
– શોભિત દેસાઈ
———–
માઈન્ડ ગેમ
૧થી ૯૯ સુધીની એકી સંખ્યામાં સંખ્યા ૩ કેટલી વાર જોવા મળે એ ગણિતનું જ્ઞાન અજમાવીને જણાવી શકશો?
અ) ૧૨ બ) ૧૪
ક) ૧૫ ડ) ૨૦
———–
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A                        B
CRICKET  તમરું, કંસારી
SCORPION  વીંછી
SPIDER      કરોળિયો
CATERPILLAR ઈયળ
FLEA   ચાંચડ
————
ગુજરાત મોરી મોરી રે
સુરત
———-
ઓળખાણ પડી?
આર્યભટ્ટ
————
માઈન્ડ ગેમ
૨૮
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચા
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મુલરાજ કપૂર (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી કટકિયા (૭) લજિતા ખોના (૮) ખુશરૂ કાપડિયા (૯) જ્યોતિ ખાંડવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) પુષ્પા પટેલ (૧૨) મહેશ દોશી (૧૩) મીનળ કાપડિયા (૧૪) મહેશ સંઘવી (૧૫) કલ્પના આશર (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) હરીશ સુતરીયા (૧૯) હર્ષા મહેતા (૨૦) અંજુ ટોલિયા (૨૧) ભાવના કર્વે (૨૨) નંદકિશોર સંજાણવાલા (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) સુભાષ મોમાયા (૨૬) શિલ્પા શ્રોફ (૨૭) દિલીપ પરીખ (૨૮) નીતીન બજરિયા (૨૯) વિજય ગરોડિયા (૩૦) ભારતી બુચ (૩૧) ગિરીશ મિસ્ત્રી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) પ્રવીણ વોરા (૩૫) નયના મિસ્ત્રી (૩૬) અરવિંદ કામદાર (૩૭) તાહેર ઔરંગાબાદવાલા (૩૮) શીરીન ઔરંગાબાદવાલા (૩૯) અબદુલ્લા મુનીમ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) જ્યોતિ ખાંડવાલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -