‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
૨૦૦૮ના ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી અભિનવ બિંદ્રાને કઈ રમતમાં જ્વલંત સફળતા મળી હતી?
અ) સ્વિમિંગ બ) શૂટિંગ ક) આર્ચરી ડ) બેડમિન્ટન
——-
માતૃભાષાની મહેક
અત્યંત પ્રચલિત શબ્દપ્રયોગ છે ‘બારમો ચંદ્રમા.’ કોઈ બે વ્યક્તિ કે બે જૂથ કે સમાજ અથવા રાષ્ટ્ર વચ્ચે વૈમનસ્ય કે દુશ્મનાવટ હોય તો તેમની વચ્ચે બારમો ચંદ્રમા છે એમ કહેવાય છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે વર્ષો સુધી બારમો ચંદ્રમા રહ્યો. ઘણી સાસુ – વહુ વચ્ચે બારમો ચંદ્રમા હોય છે. ચંદ્રમા જેવું સુંદર મુખડું ધરાવતી હિંદી ફિલ્મોની હિરોઇનોને એકમેક સાથે બારમો ચંદ્રમા હોય એવાં અનેક ઉદાહરણો મળી રહે.
———
ઈર્શાદ
દિવસો જ્યારે વસમા આવે, હસવા જઈએ, ડૂસકાં આવે.
તૃષ્ણા સૌની નોખી-નોખી, આંખે પાણી સરખાં આવે.
– બાબુલાલ ચાવડા
——–
ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
PASTOR શિકાર
PASTE પ્રાર્થના
PEST ચોંટાડવું
PREY ધર્મોપદેશક
PRAY નુકસાનકારક જીવજંતુ
——–
ગુજરાત મોરી મોરી રે
પ્રફુલ દવેના સ્વરમાં લોકપ્રિય થયેલા આ પ્રખ્યાત લોકગીતની પંક્તિ પૂરી કરો.
માણસ જેવો માણસ આખર ઢગલો કેવળ રાખનો,
માનો યા ના માનો મારો સસરો —————–
અ) સવા મણનો બ) સવા લાખનો
ક) ઘણો સમજદાર ડ) સાચવતો સૌને
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સોનાની છે રાણી ને સોનામાં જ સમાણી,
બધાં ચલણ માંહી, જેની કિંમત બહુ અંકાણી.
અ) રગડી બ) મિની ક) પોયણી ડ) ગીની
———
માઈન્ડ ગેમ
હર્ષિતને ૧૫૦ માર્કનું એક એવા છ પેપરની પરીક્ષામાં ૯૦ ટકા આવ્યા તો એને કુલ કેટલા માર્ક મળ્યા એ ગણતરી કરી કહી શકશો?
અ) ૭૬૫ બ) ૭૯૦ ક) ૮૧૦ ડ) ૮૨૫
———
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
MACE ગદા
MESS ગંદવાડ, બગાડો
MISS ચૂકવું, ખોટ લાગવી
MASSAGE ચંપી
MESSAGE સંદેશો
————
ગુજરાત મોરી મોરી રે
પેટીને
——-
ઓળખાણ પડી?
પાણિની
———
માઈન્ડ ગેમ
૨૪
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વાદળી
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) શ્રદ્ધા આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) મિસીસ ભારતી કટકિયા (૭) ભારતી બૂચ (૮) નિખીલ બંગાળી (૯) અમીષી બંગાળી (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) ખુશ્રુ કાપડિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) શીરીન ઔરંગાબાદવાલા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) હર્ષા મહેતા (૧૮) નયના ગિરીશ મિસ્ત્રી (૧૯) મહેશ દોશી (૨૦) મીનળ કાપડિયા (૨૧) ભાવના કર્વે (૨૨) રજનીકાંત પટવા (૨૩) સુનિતા પટવા (૨૪) દિલીપ પરીખ (૨૫) લજીતા ખોના (૨૬) વિજય ગોરડિયા (૨૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨૮) જયવંત પદમશી ચિખલ (૨૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૦) અરવિંદ કામદાર (૩૧) પ્રવીણ વોરા (૩૨) પુષ્પા ખોના (૩૩) મહેશ સંઘવી (૩૪) હર્ષા મહેતા (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હીના દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) નયના ગિરીશ મિસ્ત્રી.