‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
बेरीज બાદબાકી
वजाबाकी બાકીનું
उर्वरितસહેલું
अवघड સરવાળો
सोपा મુશ્કેલ
————
ઓળખાણ પડી?
’ધ આઈસીસ’ તરીકે પણ ઓળખાતી થેમ્સ નદી યુરોપના કયા દેશની શોભા છે એ જાણો છો?
અ) ફ્રાન્સ બ) યુકે ક) જર્મની ડ) ગ્રીસ
————
ગુજરાત મોરી મોરી રે
કુટુંબથી, સમાજથી અને સર્વ કોઈથી હડધૂત થતા, ઘોર નિરાશામાં સબડતા, રક્તપિત્તગ્રસ્ત માનવોની તીવ્ર વેદનાને અભિવ્યક્ત કરતી ’અણસાર’ નવલકથા કોણે લખી છે એ જણાવો.
અ) કુંદનિકા કાપડિયા બ) ધીરુ બહેન પટેલ ક) વર્ષ અડાલજા ડ) હિમાંશી શેલત
————
જાણવા જેવું
શિલા પર કોતરેલા લખાણને ‘શિલાલેખ’ કહે છે. માટી, ઈંટ – મુદ્રાંક, શંખ, હાથીદાંત અને કાષ્ઠ પર પણ લેખ કોતરાય છે. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, કાંસું, લોઢું વગેરે ધાતુઓનાં પતરા, સિક્કા, વાસણો, પ્રતિમાઓ, તકતીઓ, સ્તંભો, આયુધો વગેરે પર પણ લેખ કોતરાય છે. એમાં ’તામ્રપત્ર’ પ્રસિદ્ધ છે. એના પર પ્રાય: ભૂમિદાનને લગતા શાસન (ખત) કોતરવામાં આવતા હતા અને એનું ઐતિહાસિક મૂલ્ય પણ હતું.
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં જનાવરનો પર્યાયવાચી શબ્દ સંતાઈને બેઠો છે એને શોધી
કાઢો.
એક વાત યાદ રાખજો કે ચાહે વાન ઉજળો હોય કે શ્યામ, ચારિત્ર્ય સૌથી વધુ મૂલ્યવાન છે.
————–
નોંધી રાખો
જીવનમાં જો ભારે મુશ્કેલીવાળા પ્રસંગોનો સામનો કરવાનો વખત આવે તો ગભરાઈ નહીં જવાનું, કારણ કે મુશ્કેલ ભૂમિકા કાયમ કુશળ અભિનેતાને જ આપવામાં આવતી હોય છે.
————
માઈન્ડ ગેમ
મહેશને પ્રત્યેક પેપર ૧૫૦ માર્કનું એવા છ પેપરમાં કુલ ૭૨૦ માર્ક મળ્યા તો તેને કુલ કેટલા ટકા માર્ક મળ્યા એ ભેજું દોડાવી ગણતરી કરી જણાવો.
અ) ૭૨ ટકા બ) ૭૫.૫ ટકા ક) ૮૦ ટકા ડ) ૮૩.૯ ટકા
————
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
घटस्फोट છૂટાછેડા
घडामोड બનાવ
घनदाट ગાઢ
घरटे માળો
धरोबा આત્મીયતા
————
ગુજરાત મોરી મોરી રે
હરકિસન મહેતા
————
ઓળખાણ પડી?
સોલેરિયમ
————
માઈન્ડ ગેમ
૧,૪૪,૦૦૦
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બરફ
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ખુશ્રુ કાપડીયા (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) લજીતા ખોના (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મહેન્દ્ર લોઢવીયા (૧૪) તાહેર ઔરંગાબાદવાલા (૧૫) શીરીન ઔરંગાબાદવાલા (૧૬) અબદુલ્લા એફ મુનીમ (૧૭) હર્ષા મહેતા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) નંદકિશોર સંજાણવાલા (૨૨) મહેશ દોશી (૨૩) અંજુ ટોલીયા (૨૪) ભાવના કર્વે (૨૫) જ્યોત્સના ગાંધી (૨૬) રમેશ દલાલ (૨૭) હિનાબેન દલાલ (૨૮) ઈનાક્ષી દલાલ (૨૯) શિલ્પા શ્રોફ (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) મહેશ સંઘવી (૩૪) મિલિંદ મનુભાઈ નાનસી (૩૫) વિજય ગોરડીયા (૩૬) અરવિંદ કામદાર (૩૭) સુરેખા દેસાઈ (૩૮)
નિતિન બજરીયા.