‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
CRICKET ઈયળ
SCORPION કરોળિયો
SPIDER વીંછી
CATERPILLAR ચાંચડ
FLEA તમરું, કંસારી
————–
ઓળખાણ પડી?
સોવિયેત રોકેટ લોન્ચરની મદદથી ૧૯૭૫માં અવકાશમાં તરતા મૂકવામાં આવેલા પ્રથમ ભારતીય ઉપગ્રહની ઓળખાણ પડી?
અ) ભાસ્કર બ) રોહિણી ક) માણભટ્ટ ડ) આર્યભટ્ટ
————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
હું છું ખેતરમાં લીલી ને બજારમાં પહોચું ત્યારે બનું શ્યામ,
ઘરે થઈ જાઉં લાલ લાલ, ઓળખી કાઢવાનું તમારું કામ.
અ) મરી બ) ચા ક) પોંક ડ) મગ
————
માતૃભાષાની મહેક
અર્થ શબ્દના અનેક અર્થ છે જે હેરત પમાડે છે. અર્થકારણમાં અર્થ પૈસો, ધન, દોલત વગેરે અર્થ ધારણ કરે છે. આ અર્થનું ઉપાર્જન કઈ રીતે થયું છે એને આધારે તેના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે શુક્લ એટલે કે પ્રમાણિકપણે મેળવેલો પૈસો અથવા મૂડી. બીજો પ્રકાર શબલ તરીકે ઓળખાય છે. શબલ એટલે પ્રમાણિક અને અપ્રમાણિક બંને રીતે ભેગો કરેલો પૈસો અને ત્રીજો પ્રકાર છે કૃષ્ણ, અપ્રમાણિકપણે એકઠો કરેલો પૈસો.
———–
ગુજરાત મોરી મોરી રે
ઊંચા ડુંગરો અને ગાઢ જંગલો વચ્ચે વસેલું અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ થઈ રહેલું ધજ ગામ ગુજરાતના કયા જિલ્લામાં છે એ જણાવો.
અ) બોટાદ બ) જૂનાગઢ ક) કચ્છ ડ) સુરત
————-
ઈર્શાદ
દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!
-અમૃત ઘાયલ
———–
માઈન્ડ ગેમ
આપેલી સંખ્યાનો સંબંધ સમજી ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે એ જણાવો. ૭૮, ૬૦, ૫૪, ૪૦, ——-
અ) ૪૯ બ) ૮૨
ક) ૨૮ ડ) ૩૦
————-
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
IVORY હાથીદાંત
PEARL મોતી
EMERALD નીલમ
TOPAZ પોખરાજ
SHELL છીપ
————
ગુજરાત મોરી મોરી રે
સુડો
————
ઓળખાણ પડી?
બીબી કા મકબરા
————
માઈન્ડ ગેમ
૧૪૧૦નો નફો
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કમાડ
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) પુષ્પા પટેલ (૧૦) લજિતા ખોના (૧૧) મહેન્દ્રા લોઢાવિયા (૧૨) અમીષી બંગાળી (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) શીરીન ઔરંગાબાદવાલા (૧૫) અબદુલ્લા મુનીમ (૧૬) હરીશ સુતરીયા (૧૭) નિખિલ બંગાળી (૧૮) મીનળ કાપડિયા (૧૯) જ્યોતિ ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) સુરેખા દેસાઈ (૨૩) મહેશ દોશી (૨૪) ભાવના કર્વે (૨૫) નંદકિશોર સંજાણવાલા (૨૬) કલ્પના આશર (૨૭) અરવિંદ કામદાર (૨૮) હરીશ ભટ્ટ (૨૯) અંજુ ટોલિયા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) હર્ષા મહેતા (૩૨) વિજય ગરોડિયા (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) દિલીપ પરીખ (૩૭) યોગેશભાઈ જોષી (૩૮) ભારતી બુચ (૩૯) અરવિંદ કામદાર (૪૦) વિજય ગરોડિયા (૪૧) નિતીન બજરિયા (૪૨) મહેશ સંઘવી (૪૩) વિણા સંપટ (૪૪) રમેશ દલાલ (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) જ્યોત્સના ગાંધી (૪૭) હિના દલાલ