Homeઈન્ટરવલફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A         B
IVORY  નીલમ
PEARL પોખરાજ
EMERALD હાથીદાંત
TOPAZ છીપ
SHELL મોતી
———–
ઓળખાણ પડી?
મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં આવેલા તાજમહેલની પ્રતિકૃતિ તરીકે જાણીતા આ સ્મારકની ઓળખાણ પડી?
અ) બીબી કા ઇશ્ક, બ) પરી મહલ, ક) બીબી કા મકબરા, ડ) બેગમ કી શાન
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બે ભાઈ એવા કે એકમેકથી અકળાતા રહે,
દિવસે દૂર – પાસે થતા રહે, રાતે ભેટી જાય.
અ) ઓસરી બ) કમાડ ક) હિંચકો ડ) પંખો
———-
માતૃભાષાની મહેક
ખાયણા એટલે ખાંડતાં ખાંડતાં ગાવામાં આવતા ત્રણ ત્રણ નાજુક પંક્તિના જોડકણાં. દક્ષિણ ગુજરાતના લોક સાહિત્યમાં ખાયણાં દુહા અત્યંત લોકપ્રિય પ્રકાર છે. ડાંગર ખાંડતી વખતે એ સામસામા બોલાતા હોય ત્યારે સાંભળનાર એમાંથી પોતાને લગતો ઉપદેશ ગ્રહણ કરી લે અને પછી પોતાને જે કહેવું હોય એ સુધ્ધાં ખાયણાં દ્વારા રજૂ કરી દે. એનું સ્વરૂપ દુહા જેવું છે પણ એ આપણા જોડકણાં, પાંચીકડાં જેવું પણ લાગે. કદમાં નાનું હોવાથી તરત યાદ રહી જાય છે.
————
ગુજરાત મોરી મોરી રે
કાઠિયાવાડી બોલીમાં પોપટ કયા નામે ઓળખાય છે
એ કહી શકશો? લોકગીતોમાં પણ એનો ઉલ્લેખ જોવા
મળે છે.
અ) કલકલિયો બ) સુડો ક) ઘોરાડ ડ) કાબર
————
ઈર્શાદ
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
– જલન માતરી
————-
માઈન્ડ ગેમ
પાઉન્ડનો વિનિમય દર ૧૦૨ રૂપિયા અને ડોલરનો વિનિમય દર ૮૧ રૂપિયા હોય તો ૬૫૦ ડોલરમાં ખરીદેલી વસ્તુ ૫૩૦ પાઉન્ડમાં વેચવાથી રૂપિયામાં નફો થયો કે નુકસાન અને કેટલી રકમનું?
અ) ૧૭૩૫નું નુકસાન, બ) ૧૫૫૦નો નફો ક) ૧૬૯૫નું નુકસાન
ડ) ૧૪૧૦નો નફો
————-
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A         B
ROT   સડી જવું
WROTE લખ્યું હતું
WROUGHT ઘડેલું લોખંડ
DIM ઝાંખું
DEEM ગણવું, માનવું
————–
ગુજરાત મોરી મોરી રે
ઉપમા
———-
ઓળખાણ પડી?
ટોડરમલ
———–
માઈન્ડ ગેમ
૮૭૦
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
જાંબુ
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) કલ્પના આશર (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) લજિતા ખોના (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) ડો. પ્રકાશ કટકિયા (૧૧) ભારતી કટકિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) હરીશ સુતરીયા (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) પ્રવીણ વોરા (૧૮) મીનળ કાપડિયા (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીષી બંગાળી (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) મહેશ દોશી (૨૪) સુરેખા દેસાઈ (૨૫) ભાવના કર્વે (૨૬) મહેશ સંઘવી (૨૭) સૌજાશ હરીશ (૨૮) મિલિંદ નાનસી (૨૯) શૈલેષ વોરા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) અંજુ ટોલિયા (૩૩) પુષ્પા ખોના (૩૪) ગિરીશ મિસ્ત્રી (૩૫) નિતિન બજરિયા (૩૬) નીતા દેસાઈ (૩૭) હર્ષા મહેતા (૩૮) સુનીતા પટવા (૩૯) રજનીકાંત પટવા (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) રમેશ દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -