‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ભક્ષ્ય નીડર
ભગિની અતિશય મુશ્કેલ
ભગીરથ તરફ
ભડવીર બહેન
ભણી ખાવા યોગ્ય
————-
ઓળખાણ પડી?
બૌદ્ધ ધર્મનું જન્મસ્થાન તરીકે ઓળખાણ ધરાવતું બોધગયા મંદિર કયા રાજ્યમાં છે એની ઓળખાણ પડી?
અ) બિહાર બ) ઓડિશા ક) પશ્ચિમ બંગાળ ડ) કર્ણાટક
————-
ગુજરાત મોરી મોરી રે
ઘઉંના ઝીણાં ફાડા, ઘી તેમજ ગોળ અથવા સાકરનો ઉપયોગ કરી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી ગળી વાનગી શું નામથી જાણીતી છે એ કહી શકશો?
અ) જલેબી બ) લાડુ ક) સુખડી ડ) લાપસી
———–
જાણવા જેવું
કાજલ એટલે આંખને તેજસ્વી બનાવવા વપરાતો પદાર્થ. તેનો બીજો અર્થ મેશ પણ થાય છે. દીવા ઉપર કોડિયું ધરતાં જે કાળો પદાર્થ એકત્ર થાય તેને મેશ કહેવામાં આવે છે. આ મેશને કસ્તુરી વગેરે સાથે મિશ્ર કરીને ઘીમાં કાલવીને આંખ માટેનું આંજણ તૈયાર કરાય છે. આયુર્વેદ પ્રમાણે મેશ બનાવવા ઘણાં દ્રવ્યો એકત્ર કરવામાં આવે છે. સુશ્રુત, આર્યભિષક વગેરેમાં કાજલને નેત્રરોગ માટે ઉપકારક કહ્યું છે. સૌંદર્યવર્ધક તરીકે પણ ઉપયોગ થાય છે.
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વિટામિન સીની ઉણપને કારણે કયો રોગ થાય જેમાં દાંત નબળા પડે અને પેઢામાંથી લોહી વહેવા લાગે છે?
અ) રેબીઝ બ) મિઝલ્સ
ક) સ્કર્વી ડ) બેરી બેરી
————
નોંધી રાખો
એ વાત તો સાવ સાચી કે જે રસ્તા પર એકલા ચાલી આગળ વધવાનું હોય એ સૌથી મુશ્કેલ રસ્તો હોય, પણ એ જ રસ્તો તમને મજબૂત બનાવે એ વાત પણ એટલી જ ખરી છે.
————-
માઈન્ડ ગેમ
૨૦૧૬માં પહેલી જાન્યુઆરીથી ૧૫ માર્ચ સુધી એક પણ રજા લીધા વિના કામ કર્યું તો એક દિવસના ૧૧૫૦ રૂપિયા લેખે કેટલા પૈસા હાથમાં આવ્યા હશે એ જણાવો.
અ) ૮૮,૪૫૦ બ) ૮૫,૧૦૦
ક) ૮૦,૯૦૦ ડ) ૮૬,૨૫૦
————
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
યતિ તપસ્વી, સંન્યાસી
યજ્ઞોપવિત જનોઈ
યત્ન પ્રયાસ
યવન ગ્રીસનો રહેવાસી, મ્લેચ્છ
યદ્યપિ અગર, જોકે
———–
ગુજરાત મોરી મોરી રે
વડોદરા
———
ઓળખાણ પડી?
વાંકાનેર
———-
માઈન્ડ ગેમ
૨૨
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એડવર્ડ જેનર
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) કલ્પના આશર (૩) નીતા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) શ્રદ્ધા આશર (૭) ભારતી બુચ (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) લજિતા ખોના (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) શીરીન ઔરંગાબાદવાલા (૧૫) અબદુલ્લા મુનીમ (૧૬) હરીશ સુતરીયા (૧૭) મહેશ દોશી (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) હર્ષા મહેતા (૨૦) પ્રવીણ વોરા (૨૧) મીનળ કાપડિયા (૨૨) પુષ્પા પટેલ (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીષી બંગાળી (૨૭) વિજય ગરોડિયા (૨૮) મહેશ સંઘવી (૨૯) ખુશરૂ કાપડિયા (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) સુરેખા દેસાઈ (૩૩) વિણા સંપટ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) ભાવના કર્વે (૩૬) અંજુ ટોલિયા (૩૭) મિલિંદ નાનસી (૩૮) અંજના સંજાણવાળા (૩૯) નિતિન બજરિયા (૪૦) શેલેષ વોરા (૪૧) અરવિંદ કામદાર (૪૨) દિલીપ પરીખ (૪૩) પુષ્પા ખોના (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) રમેશ દલાલ (૪૬) હિના દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) શિલ્પા શ્રોફ