‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
शहद શિષ્ય
शागिर्द નમ્ર, વિવેકી
शामत મધ
शालीन પરાજય
शिकस्त આફત
—————
ગુજરાત મોરી મોરી રે
૧૯૭૦ના દાયકાની અરુણા ઈરાની, સત્યેન કપ્પુ અને મહેશ કોઠારેને ચમકાવતી ‘મારી હેલ ઉતારો રાજ’નું દિગ્દર્શન કોણે કર્યું હતું એ જણાવો.
અ) રવિન્દ્ર દવે બ) ઉપેન્દ્ર ત્રિવેદી
ક) મનહર રસકપૂર ડ) ગોવિંદ સરૈયા
————-
ઓળખાણ પડી?
અભિનયનું એવરેસ્ટ સર કરનાર અભિનેત્રી સ્મિતા પાટીલને કઈ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો એ જણાવો.
અ) મિર્ચ મસાલા બ) અર્થ ક) ભૂમિકા ડ) મંડી
————–
જાણવા જેવું
કચ – દેવયાની (૧૯૧૮): ભારતના રૂપેરી પરદે ગુજરાતની પ્રાદેશિક સાંસ્કૃતિક લાક્ષણિકતા રજૂ કરતી સર્વપ્રથમ ફિલ્મ. મૂક ફિલ્મ, સબટાઇટલ સાથે એક કરતાં વધુ ભાષાઓમાં રજૂઆત. વેશભૂષા, સન્નિવેશ અને નૃત્યોમાં ગુજરાતી પરંપરા અને લાક્ષણિકતાનો આગ્રહ રખાયો હતો. તેથી ભારતીય ચલચિત્રના ઇતિહાસમાં સર્વસાધારણ રીતે અને પ્રાદેશિક ગુજરાતી ચલચિત્રના ઇતિહાસની દૃષ્ટિએ વિશેષ રૂપે આ ફિલ્મ મહત્ત્વની લેખાય છે.
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અભિષેક બચ્ચનની કઈ ફિલ્મમાં સરિતા જોશી અને મનોજ જોશીએ અભિનય કર્યો હતો એ કહી શકશો?
અ) સરકાર રાજ બ) રેફ્યુજી ક) બ્લફ માસ્ટર ડ) ગુરુ
————
નોંધી રાખો
નાટક અને ફિલ્મ તો અનેક બને છે, પણ જે કૃતિ જોયા બાદ થિયેટરમાં પડદો પડી ગયા પછી અંતરપટ પરનો પડદો ઊંચકાય એ કૃતિ મહાન કહેવાય.
————–
માઈન્ડ ગેમ
અજય દેવગન અને તબુએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આપેલા વિકલ્પમાંથી બંને સાથે ચમક્યા હોય એ ફિલ્મનું નામ જણાવો.
અ) શિવાય બ) માચીસ
ક) તક્ષક ડ) રાજુ ચાચા
———
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
खंडित ભાંગેલું
खजानची કોષાધ્યક્ષ
खटमल માંકડ
खत પત્ર
खता ભૂલ, અપરાધ
———–
ગુજરાત મોરી મોરી રે
રાડો
———–
ઓળખાણ પડી?
લોફર
———–
માઈન્ડ ગેમ
હમ દોનો
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આંખેં
————-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર વેદ (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી કટકિયા (૭) ડૉ. પ્રકાશ કટકિયા
(૮) વિભા મહેશ્ર્વરી (૯) ખુશરૂ કાપડિયા (૧૦) હરીશ સુતરીયા (૧૧) નિખિલ બંગાળી (૧૨) પુષ્પા પટેલ (૧૩) અમીષી બંગાળી (૧૪)
જ્યોતિ ખાંડવાલા (૧૫) મહેશ સંઘવી (૧૬) મીનળ કાપડિયા (૧૭) હર્ષા મહેતા (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા
(૨૦) અબદુલ્લા મુનીમ (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) મહેશ દોશી (૨૫) ભાવના કર્વે (૨૬) સુરેખા દેસાઈ (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનીતા પટવા (૨૯) અંજુ ટોલિયા (૩૦) જયવંત ચિખલ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) વિણા સંપટ (૩૪) અરવિંદ કામદાર (૩૫) દિલીપ પરીખ (૩૬) પુષ્પા ખોના (૩૭) નિતીન બજરિયા (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) રમેશ દલાલ (૪૧) હિના દલાલ