Homeપુરુષફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં રાણી કી વાવ બાંધનાર રાણીનું નામ જાણો છો?
અ) રાણી ચાણસ્મા બ) નાયિકા દેવી
ક) રાણી રાસમણિ દેવી ડ) રાણી ઉદયમતી

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
ખંજરી DAGGER
ખંજર ITCHING
ખંજવાળ TAMBOURINE
ખડ ROCK
ખડક WEED

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઝાડ ખૂબ જ ઉપયોગી જે આકાશને આંબે,
માણસ જેની ટોચે ચડીને પાણી પીવા માગે.
અ) પપૈયું બ) ફણસ ક) અનાનસ ડ) નાળિયેરી

ગુજરાત મોરી મોરી રે
દેશ – વિદેશમાં મહિલાઓની અત્યંત પ્રિય એવી બાંધણી પ્રકારની સાડી માટે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે એ જણાવો.
અ) ભાવનગર બ) જામનગર ક) જૂનાગઢ ડ) ભુજ

માતૃભાષાની મહેક
કમળ એટલે પાણીમાં ઊગતું લાંબી દાંડી ધરાવતું ફૂલ જેને મોટેભાગે સુગંધ નથી હોતી. સરોવરમાં ઊગતા કમળને સરોજ તરીકે ઓળખવામાં આવે છે. પર્વત પરના પ્રદેશમાં જમીન ઉપર છૂટા પરંતુ સામાન્ય રીતે ઝાડના મૂળ પાસે ઊગતા કમળને નાગફેણી કમળ કહેવાય છે. બીજા કમળમાં જ્યારે અનેક પાંખડીઓ હોય ત્યારે આ નાગફેણી નામના કમળમાં માત્ર એક જ પાંખડી નાગની ઊંચી કરેલી ફેણ જેવી હોય છે.

ઈર્શાદ
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.
– પ્રીતમદાસ

માઈન્ડ ગેમ
સાત લાખ રૂપિયા બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં ૬.૫ ટકાના વાર્ષિક વ્યાજે મૂક્યા પછી ત્રણ વર્ષે વ્યાજ સાથે કેટલી રકમ હાથમાં આવે એ ગણતરી કરીને કહી શકશો?
અ) ૭,૬૫,૦૦૦, બ) ૮,૦૫, ૨૫૦
ક) ૮,૨૪,૦૦૦, ડ) ૮,૩૬,૫૦૦
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
આકાર SHAPE
આવડત SKILL
આવક INCOME
આવરદા LIFE
આવકાર WELCOME
ગુજરાત મોરી મોરી રે
પાટણ
ઓળખાણ પડી?
પાટલા ઘો
માઈન્ડ ગેમ
૬૬૫૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સસલું

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -