‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————–
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
भरगच्च નિંદા
भराभर મૂડી, રોકાણ
भर्त्सना અનુમાન
भाकीत ઝડપભેર
भांडवाल પુષ્કળ
————
ઓળખાણ પડી?
મહારાષ્ટ્રના એવરેસ્ટ તરીકે ઓળખ ધરાવતા આ શિખરને ઓળખી કાઢો. સમુદ્રની સપાટીથી ૫૪૦૦ મીટર ઊંચાઈએ આવેલું છે.
અ) તારામતી બ) કળસુબાઈ ક) સિંહગઢ ડ) બ્રહ્મગિરિ
—————
ગુજરાત મોરી મોરી રે
શ્રીમતી ધીરુબહેન પટેલના લોકપ્રિય બાળ નાટકનું નામ ‘અંધેરી ગંડેરી ———-’ પૂરું કરો. એના બાળપાત્ર નન્નુભાઈને એકથી નવ સુધીનાં દરેક અંક પોતપોતાના દેશમાં લઈ જાય છે અને એક સૂરજ, એક ચંદ્રથી માંડી નવ રત્નો અને નવ તારા સુધીના ઝૂમખાનો પરિચય કરાવી, એકથી નવનું શિક્ષણ આપે છે.
અ) આમથી તેમ બ) રાજાની કોણ રાણી
ક) શેરડીનો સાંઠો ડ) ટીપરી ટેન
————–
જાણવા જેવું
જે બંધમાં પોતાના ઉપર લાગતાં બાહ્ય બળો જેવાં કે પાણીનું દબાણ, ઉત્થાપન-દબાણ, કંપન-દબાણ વગેરેનો સામનો પોતાના વજનને લીધે જ થાય, તેને ભારાશ્રિત બંધ કહેવામાં આવે છે. મોટાભાગે આ બંધો નક્કર કોંક્રીટ કે પથ્થરના ચણતરના બનેલા હોઈ તેમને નક્કર ભારાશ્રિત બંધ કહે છે. ભારાશ્રિત બંધના પણ વિવિધ પ્રકાર છે. હિમાચલ પ્રદેશમાં સતલજ નદી પર આવેલો ભાખરાનંગલ બંધ ભારાશ્રિત બંધ છે. તેની ઊંચાઈ ૨૨૬ મીટરની છે.
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં મીઠાઈ અને શરીરના વિચારકેન્દ્ર માટે વપરાતો શબ્દ સંતાઈને બેઠો છે એને શોધી કાઢો.
તમે તો આજે રસોઈમાં મગ જમીને આવ્યા લાગો છો, કારણ કે કઠોળના ગુણગાન ગાઓ છો.
———–
નોંધી રાખો
અનેકવાર હકીકત એ હોય છે કે જ્યાં સુધી સાચી વાત લોકોના કાન સુધી પહોંચે એ પહેલાં તો ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે.
———-
માઈન્ડ ગેમ
૨૮૦૦૦ રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવે ૧૨૬૦ સ્કવેરફુટ ઘર ખરીદ્યા પછી ૪ ટકા સ્ટેમ્પ ડ્યુટી અને એક ટકો રજીસ્ટ્રેશન ફી ચૂકવ્યા બાદ ઘર કેટલામાં પડ્યું એ જણાવો.
અ) ૩,૬૪,૭૮,૬૫૦ બ) ૩,૬૬,૫૬,૯૦૦ ક) ૩,૭૦,૪૪,૦૦૦ ડ) ૩,૯૧,૧૧,૮૦૦
———–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
शकट ગાડું
शक्रधनु ઈન્દ્રધનુષ
शंभर એકસો
शठ લૂચ્ચો
शर તીર
————–
ગુજરાત મોરી મોરી રે
વીજળી
———–
ઓળખાણ પડી?
મીરા કુમાર
———–
માઈન્ડ ગેમ
૮૮,૪૦૦
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
દરજી
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) તાહેર ઔરંગાબાદવાલા (૨) સુભાષ મોમાયા (૩) કિશોરકુમાર વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) અબદુલ્લા મુનીમ (૬) મુલરાજ કપૂર (૭) કલ્પના આશર (૮) શ્રદ્ધા આશર (૯) ખુશરૂ કાપડિયા (૧૦) ડૉ. પ્રકાશ કટકિયા (૧૧) ભારતી કટકિયા (૧૨) મહેન્દ્ર લોઢાવિયા (૧૩) લજિતા ખોના (૧૪) નિખિલ બંગાલી (૧૫) અમીષી બંગાળી (૧૬) હરીશ સુતરીયા (૧૭) ભારતી બુચ (૧૮) પુષ્પા પટેલ (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) પ્રવીણ વોરા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) મીનળ કાપડિયા (૨૩) સુરેખા દેસાઈ (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મહેશ દોશી (૨૮) મહેશ સંઘવી (૨૯) અરવિંદ કામદાર (૩૦) રજનીકાંત પટવા (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) ભાવના કર્વે (૩૩) વિણા સંપટ (૩૪) અંજુ ટોલિયા (૩૫) નીતા દેસાઈ (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૪૦) શેલેષ વોરા (૪૧) સુનીતા પટવા (૪૨) દિલીપ પરીખ (૪૩) નિતિન બજરિયા (૪૪) ગિરીશ મિસ્ત્રી (૪૫) નયના મિસ્ત્રી (૪૬) વિજય ગરોડિયા (૪૭) જયલંત ચિખલ