ઓળખાણ પડી?
દેખાવે કોબી જેવા લાગતા આ શાકભાજીની ઓળખાણ પડી? એનો છોડ પ્રમાણમાં ખડતલ હોય છે.
અ) એસ્પેરેગસ બ) બ્રોકોલી ક) એવોકાડો ડ) સોરેલ
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
પેટ HEEL
છાતી ANKLE
કોણી CHEST
એડી BELLY
ઘૂંટી ELBOW
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લાંબી મુસાફરીમાં રક્ષણ કરે, રાહત સુધ્ધાં આપે.
મંઝિલે પહોંચ્યા પછી તો સાવ અવગણના પામે.
અ) અંગરખું બ) સ્વેટર ક) પગરખાં ડ) ચશ્માં
—
ગુજરાત મોરી મોરી રે
હાઈડ્રોક્લોરિક એસિડ, લેક્ટિક એસિડ, સલ્ફયુરિક એસિડ વગેરે નામ સાંભળ્યા હશે. એસિડ ગુજરાતીમાં કયા નામથી ઓળખાય છે એ કહી શકશો?
અ) અગર બ) ક્ષાર ક) અમ્લ ડ) ધૂપેલ
—
માતૃભાષાની મહેક
સંસ્કૃતમાં સાત વાર કે સાત દિવસના સમૂહને સપ્તાહ તરીકે જ ઓળખવામાં આવે છે. સપ્તાહની જોડણી છૂટી પાડો તો સપ્ત એટલે સાત અને અહન એટલે દિવસ. એટલે સાત દિવસનો સમૂહ સાતોડિયું તરીકે ઓળખાવો જોઈએ. કોઈ અકળ કારણસર સપ્ત કે સાતને બદલે આઠ – અઠ ઉપસર્ગ ચલણમાં આવી ગયો અને અઠવાડિયું શબ્દ લોકજીભે રમતો થઈ ગયો. અઠવાડિયું શબ્દ એટલો રૂઢ થઈ ગયો છે કે સુધારો થવાની કોઈ સંભાવના નથી.
—
ઈર્શાદ
આજે તો તમારી યાદ નથી, કોઈની કશી ફરિયાદ નથી,
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી.
— હરીન્દ્ર દવે
—
માઈન્ડ ગેમ
૧૯૩૨માં ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કરનાર ભારત પોતાની ભૂમિ પર પહેલી ટેસ્ટ ૧૯૩૩માં ક્યાં રમ્યું હતું?
અ) ફિરોઝશાહ કોટલા, નવી દિલ્હી બ) બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ ક) બોમ્બે જીમખાના, મુંબઈ ડ) ઇડન ગાર્ડન્સ, કલકત્તા
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
બળતરા BURNING
રાહત RELIEF
મલમ OINTMENT
પ્રજીવક VITAMIN
પાટો BANDAGE
ગુજરાત મોરી મોરી રે
તેલીબિયાં
ઓળખાણ પડી?
અળસી
માઈન્ડ ગેમ
ભારત
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આંખ