‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————–
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
નિખર્વ ઝાડી
નિકંદન સો અબજ
નિકુંજ પાયમાલી
નિચોડ અવસાન
નિધન સાર, ભાવાર્થ
————-
ઓળખાણ પડી?
નિઝામના સમયનું સુંદર લાખની બંગડીઓ ખરીદવા માટે જાણીતું સ્થળ લાડ બજાર ક્યા શહેરમાં છે એની ઓળખાણ પડી?
અ) બેંગ્લોર બ) જયપુર ક) હૈદરાબાદ ડ) ત્રિવેન્દ્રમ
————-
ગુજરાત મોરી મોરી રે
‘વિપત પડે નવ વલખીએ, વલખે વિપત નવ જાય, વિપતે ઉદ્યમ કિજીયે, ઉદ્યમ વિપતને ખાય’ જીવતરની ફિલસૂફી સમજાવતી આ પંક્તિમાં વિપતનો અર્થ શું થાય એ જણાવો.
અ) પ્રમાદ બ) વિનાશ ક) મુશ્કેલી ડ) અકળામણ
————
જાણવા જેવું
ભરતી – ઓટ એટલે ચંદ્ર – સૂર્યના ગુરુત્વાકર્ષણથી સમુદ્ર સપાટીમાં થતી નિયમિત ચઢઊતરની ઘટના. આ ઘટનામાં સમુદ્રના પાણીનો જુવાળ કિનારા તરફ ચોક્કસ સમયને અંતરે નિયમિત રીતે ધસી આવે ત્યારે જળ સપાટી ઊંચી થાય. ત્યારબાદ સમુદ્રનાં પાણી જ્યારે સમુદ્ર તરફ પાછા વળે છે ત્યારે જળસપાટી નીચી જાય છે. સરેરાશ સમુદ્ર સપાટીથી પાણીની ઊંચાઈ વધે તેને ભરતી તથા પાણીની ઊંચાઈ ઘટે તેને ઓટ કહે છે.
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અહીં આપેલા વિકલ્પોમાંથી કયો તહેવાર હુતાશની તરીકે સુધ્ધાં ઓળખાય છે એ કહી શકશો?
અ) બળેવ બ) હોળી
ક) નાતાલ ડ) ઓણમ
————-
નોંધી રાખો
આ દુનિયામાં મહેનત કર્યા વગર ક્યાંય કશું જ મળતું નથી અને મળવું પણ ન જોઈએ. ૫ક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે ૫રંતુ તેના માળામાં નહીં.
————
માઈન્ડ ગેમ
એક પણ અંકના પુનરાવર્તન વિનાની સૌથી મોટી ત્રણ અંકની સંખ્યામાંથી એક પણ અંકના પુનરાવર્તન વિનાની સૌથી મોટી બે અંકની સંખ્યા બાદ કરતા શું જવાબ મળે?
અ) ૮૭૪ બ) ૮૮૯
ક) ૯૦૧ ડ) ૯૨૨
———-
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
લકીર લીટી, રેખા
લગીર નજીવું
લગણ સુધી
લગડી સોના,ચાંદીની પાટ
લખલૂટ પુષ્કળ
————
ગુજરાત મોરી મોરી રે
પાળિયો
———
ઓળખાણ પડી?
યુએસએ
————
માઈન્ડ ગેમ
૫૦
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હૈદરાબાદ
(તેલંગાણા અને આંધ્રપ્રદેશ)
————–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર વેદ (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી કટકિયા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) તાહેર ઔરંગાબાદવાલા (૧૨) શીરીન ઔરંગાબાદવાલા (૧૩) અબદુલ્લા મુનીમ (૧૪) ખશરૂ કાપડિયા (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) હરીશ સુતરીયા (૧૭) લજિતા ખોના (૧૮) પુષ્પા પટેલ (૧૯) હર્ષા મહેતા (૨૦) મીનળ કાપડિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેશ દોશી (૨૬) ભાવના કર્વે (૨૭) પ્રવીણ વોરા (૨૮) રમેશ દલાલ (૨૯) ઈનાક્ષી દલાલ (૩૦) હિના દલાલ (૩૧) મહેશ સંઘવી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) હેમા હરીશ (૩૬) અંજુ ટોલિયા (૩૭) નિતીન બજરિયા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) સુરેખા દેસાઈ (૪૦) વિજય ગરોડિયા (૪૧) ગિરીશ મિસ્ત્રી (૪૨) અરવિંદ કામદાર (૪૩) જયવંત ચિખલ (૪૪) નયના મિસ્ત્રી (૪૫) સુનીતા પટવા (૪૬) મિલિંદ નાનસી (૪૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૮) દિલીપ પરીખ