ઓળખાણ પડી?
આયુર્વેદ અનુસાર વાયુનાશક ગણાતા આ તેલીબિયાંની ઓળખાણ પડી? અમેરિકામાં એનું મોટા પાયે વાવેતર થાય છે અને મુખવાસ તરીકે પણ આજકાલ ખવાય છે.
અ) અજમો બ) રામતલ ક) અળસી ડ) કળથી
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
બળતરા OINTMENT
રાહત BURNING
મલમ VITAMIN
પ્રજીવક BANDAGE
પાટો RELIEF
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બે બહેનો દેખાવડી, અડખે પડખે રહેતી,
રોઈ રોઈને થાકતી, પણ કદી ભેળી ન થાતી.
અ) નસકોરાં, બ) આંગળી, ક) ઘડિયાળના કાંટા, ડ) આંખ
—
ગુજરાત મોરી મોરી રે
મગફળી, રાઈ, તલ, સોયાબીન વગેરે પદાર્થ સંયુક્તપણે કયા નામે ઓળખાય છે એ કહી શકશો? એ બે પ્રકારના હોય છે, ખાદ્ય અને અખાદ્ય અને એમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું હોય છે.
અ) ડાંગર બ) નાગલી ક) કઠોળ ડ) તેલીબિયાં
—
માતૃભાષાની મહેક
રહેંટ એટલે ખેત-સિંચાઈ માટે ઉપયોગી સાધન. આદિકાળથી વપરાતી આ રહેંટ – ‘વોટર વ્હીલ’નો પ્રથમ ઉલ્લેખ ઈ.પૂ. ૪૦૦ વર્ષ પહેલાં ગ્રીક કવિની રચનામાં જોવા મળે છે. કુસુમવત્ નાજુક નમણી કુમારિકા, ગામનાં દળણાં દળી આપે છે, ગામને પાણી પૂરું પાડવામાં તેમજ લુહારી કામમાં રાતદિવસ કાળી મજૂરી કરે છે, તેની તમામ યાતનાનો અંત ‘વોટર વ્હીલ’ અથવા રહેંટના આવિષ્કાર/વપરાશથી થયો હોવાનો ઉલ્લેખ છે.
—
ઈર્શાદ
એકધારો સો વરસ ગાતો રહ્યો, જિંદગીની તરસ હું ગાતો રહ્યો,
વેદનાની ચીસ મેં જાળવી, લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.
– મનહરલાલ ચોક્સી
—
માઈન્ડ ગેમ
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન કોર્પોરેટ સ્ટેટિસ્ટિકલ ડેટાબેઝ અનુસાર વિશ્ર્વમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન કયા દેશમાં થાય છે?
અ) ડેનમાર્ક બ) ભારત
ક) ન્યૂઝિલેન્ડ ડ) ઈજિપ્ત
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
છીંક SNEEZE
ધ્રુજારી SHIVER
અનિદ્રા INSOMNIA
વાઈ EPILEPSY
ખંજવાળ ITCHING
ગુજરાત મોરી મોરી રે
અતિસાર
ઓળખાણ પડી?
ભાંગરો
માઈન્ડ ગેમ
વિટામિન ડી
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પેંડો