Homeધર્મતેજફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાંનું એક બિંદુ સરોવર ક્યાં આવ્યું છે એ કહી શકશો?. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે માતૃપક્ષની અંત્યેષ્ઠિ કરવા માટેનું આ સ્થાન છે.
અ) મહેસાણા બ) જૂનાગઢ ક) સિદ્ધપુર ડ) તળાજા

ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
Vermilion પતાકા
Camphor કળશ
Sacred Thread ઝવયિફમ કપૂર
Small Flag સિંદૂર
Pinnacle જનોઈ

ગુજરાત મોરી મોરી રે
ચંડકોશી નાગ કરડવાથી કોના અંગૂઠામાંથી
લોહીને બદલે દૂધની ધારા વહેવા લાગી હતી એ
જણાવો. તેમણે સર્વ જીવની સમાનતાની વાત સ્વીકારી હતી.
અ) બુદ્ધ બ) મહાવીર
ક) શ્રીકૃષ્ણ ડ) લક્ષ્મણ

માતૃભાષાની મહેક
રાસ અને રાસડા વચ્ચે ભેદ છે. સૌરાષ્ટ્રમાં મોટેભાગે પુરુષો રાસ લે છે, જ્યારે સ્ત્રીઓ રાસડા લે છે. રાસમાં નૃત્યનું તત્ત્વ, રાસડામાં સંગીતનું તત્ત્વ મોખરે રહે છે. સ્ત્રીઓમાં એક તાલીના અને ત્રણ તાલીના રાસડા વધુ જાણીતા છે. રાસડા એ ગરબાના જેવો જ પ્રકાર છે. રાસ અને ગરબી પુરુષપ્રધાન છે, જ્યારે રાસડા નારીપ્રધાન છે. ઈતિહાસના ચોપડે નોંધાયેલા કોઈ ખરેખરા બનાવનું વર્ણન કરતો દેશી ગરબો પણ રાસડો તરીકે ઓળખાય છે.

ઈર્શાદ
પ્રહ્લાદ સમા ભક્તો અહીંયા રાક્ષસને પેટે પાક્યા છે,
કાંટા વચ્ચે રહીને પણ પુષ્પો પ્રભુચરણને પામ્યાં છે.
– લોક રચના

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
શિંગડાંવાળું સસલું જે કૂદકા મારી દોડે,
મોટા મોટા શૂરવીરો પણ જેની પાછળ દોડે.
અ) જિરાફ બ) હરણ ક) ગેંડો ડ) શિયાળ

માઈન્ડ ગેમ
ભારતમાં કપિલવસ્તુ નામે નગર નજીક લુમ્બિની ઉપવનમાં ઈ. પૂ. ૫૬૩માં વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે કોનો જન્મ થયો હતો એ કહી શકશો?
અ) સાંદિપની બ) બુદ્ધ ક) મહાવીર ડ) અજાતશત્રુ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
Palanquin પાલખી
Worshipper પૂજારી
Devotee ભક્ત
Pilgrim યાત્રાળુ
Hymn ભજન, સ્તોત્ર

ગુજરાત મોરી મોરી રે
હનુમાન જયંતી
ઓળખાણ પડી?
નવી દિલ્હી
માઈન્ડ ગેમ
બાર વર્ષે
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
જિરાફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -