‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
यकी રાત્રિ
यतीमखाना રખડુ
यातायात અનાથાલય
यामिनी વિશ્ર્વાસ
यायावर ટ્રાફિક
————-
ઓળખાણ પડી?
અમિતાભ બચ્ચને મનોજ કુમાર સાથે એક જ ફિલ્મ કરી છે. ઓળખાણ પડી? ‘ઝંઝીર’ પછી એ રિલીઝ થઈ હતી.
અ) પૂરબ ઔર પશ્ર્ચિમ,
બ) રોટી કપડા ઔર મકાન,
ક) દસ નંબરી ડ) બેઈમાન
———-
ગુજરાત મોરી મોરી રે
બહારગામ જતી ટ્રેનના નામ સાથે સામ્ય ધરાવતી કઈ ગુજરાતી ફિલ્મ તાજેતરમાં
પ્રસિદ્ધ થઈ હતી જેમાં રત્ના પાઠકે અભિનય કર્યો હતો?
અ) ફ્લાઈંગ રાણી બ) કવિ ગુરુ એક્સપ્રેસ ક) કચ્છ એક્સપ્રેસ ડ) કાલકા મેઈલ
———–
જાણવા જેવું
કારકિર્દીની શરૂઆતમાં જ હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે ‘તુમ હસીં મૈં જવાં’ (૧૯૬૯), ‘શરાફત’ (૧૯૬૯), ‘નયા ઝમાના’ (૧૯૭૧) જેવી ફિલ્મો કરી હતી. અલબત્ત આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો નથી ગણાતી, પણ દર્શકોને હેમા – ધરમજીની જોડી પસંદ પડી હતી એ હકીકત છે. ત્યારબાદ આ બંને કલાકારોએ હિન્દી ફિલ્મ ઈતિહાસની અનેક સફળ ફિલ્મો આપી. તેમની ગણના એક અત્યંત સફળ જોડી તરીકે થાય છે.
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
‘તેરે મેરે મિલન કી યહ રૈના નયા કોઈ ગુલ ખિલાયેગી’ ગીતમાં અમિતાભ બચ્ચન સાથે કઈ હિરોઈન પડદા પર દેખાય છે એ કહી શકશો?
અ) પરવીન બાબી બ) ઝીનત અમાન ક) જયા બચ્ચન ડ) રાખી ગુલઝાર
———-
નોંધી રાખો
જીવનમાં અનેક અનુભવ તમને ઘણું શીખવશે, ઘણું બધું ફાવી પણ જશે. જોકે, એક વાત યાદ રાખજો કે ખાંડ વગરની ચા અને લાગણી વગરના સંબંધ ક્યારેય નહીં ફાવે.
———-
માઈન્ડ ગેમ
ગુલઝાર લિખિત સુપરહિટ સોન્ગ ‘ગોલી માર ભેજે મેં ભેજા શોર કરતા હૈ’ કઈ ફિલ્મનું છે જેનાથી મનોજ બાજપાઈ લોકપ્રિય થયો?
અ) શૂલ બ) દૌડ
ક) સત્યા ડ) કૌન
——–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
ऐंठ અકડાઈ
आजमइश અખતરો
दिक्कत અગવડ
हिरासत અટક
इर्दगि અડખેપડખે
———
ગુજરાત મોરી મોરી રે
ધુમ્મસ
———-
ઓળખાણ પડી?
મિર્ચ મસાલા
———-
માઈન્ડ ગેમ
કુરબાની
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મુઘલ – એ – આઝમ
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મુલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) સુભાષ મોમાયા (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) હર્ષા મહેતા (૮)
ભારતી બુચ (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) મહેશ દોશી (૧૨) લજિતા ખોના (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) હરીશ સુતરીયા
(૧૫) ડૉ. પ્રકાશ કટકિયા (૧૬) ભારતી કટકિયા (૧૭) મીનળ કાપડિયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) પુષ્પા
પટેલ (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) મહેશ સંઘવી (૨૪) ભાવના કર્વે (૨૫) અરવિંદ કામદાર (૨૬) સુરેખા દેસાઈ (૨૭) વિજય આસર
(૨૮) રજનીકાંત પટવા (૨૯) વિણા સંપટ (૩૦) સુનીતા પટવા (૩૧) જયવંત ચિખલ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) હરીશ ભટ્ટ (૩૪) યોગેશભાઈ
જોષી (૩૫) અંજુ ટોલિયા (૩૬) દિલીપ પરીખ (૩૭) વર્ષા નાનસી (૩૮) વિજય ગરોડિયા (૩૯) પુષ્પા ખોના (૪૦) પ્રવીણ વોરા (૪૧)
નિતિન બજરિયા