‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———–
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
पचपचीत પડઘો, પ્રતિભાવ
पट्कन ચકાસવું
पडताळणे તરત, તાબડતોબ
पडसाद પડતર, અવાવરું
पडीक સ્વાદહીન
———–
ઓળખાણ પડી?
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું નામ જે મહિલા સાથેના કથિત કૌભાંડમાં ઘસડાયું છે એ મહિલાની ઓળખાણ પડી?
અ) એડવિના રોડ્રિગ્સ બ) મેરિલીન મનરો
ક) મોનિકા લેવિંસ્કી
ડ) સ્ટોર્મી ડેનિયલ્સ
————-
ગુજરાત મોરી મોરી રે
ઐસી મતિ દો ભગવાન, તવ મોક્ષ ધામ
પાઉં, દેહાત્મજ્ઞાન બુદ્ધિ, મન સે તુમ્હેં હી
પાઉં. આ પંક્તિમાં મતિ શબ્દનો અર્થ
જણાવો.
અ) અભિપ્રાય બ) મહેનત
ક) ભક્તિ ડ) બુદ્ધિ
————
જાણવા જેવું
બપૈયો કોયલના કુટુંબનું પક્ષી છે. બપૈયો દેખાવે અત્યંત ડરાવનારો લાગે છે, પણ એના ભભકાથી પંખીઓ જરાય છેતરાતાં નથી. દેહ સૌંદર્યમાં કુરૂપ હોવા છતાં બપૈયો કંઠ માધુર્યમાં અનુપમ ગણાય છે. વસંત ઋતુ આવતાની સાથે એનું હૃદયંગમ ગાન શરૂ થઈ જતું હોય છે. એક બાજુ કોયલના સ્વરના આરોહ અવરોહ અને બીજી બાજુ બપૈયાનો ઉદ્દીપક કલશોર શરૂ થાય છે. મીઠા નાદે બંને પંખી રાતદિવસ ગાયા જ કરે છે.
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ચર્મ ઉદ્યોગ માટે જાણીતું ઉત્તર ભારતનું એક શહેર લપાઈને બેઠું છે એને શોધી કાઢો.જળનો ઝંઝાવાત એવો તીવ્ર હતો કે અનેક મકાન પુરમાં તણાઈ ગયા.
————
નોંધી રાખો
ડાહ્યા માણસો દુનિયાને અનુકૂળ થતાં હોય છે, પણ કેટલાક વિચિત્ર માણસો દુનિયા તેમને અનુકૂળ થાય એવો આગ્રહ સતત રાખતા હોય છે.
———–
માઈન્ડ ગેમ
લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખલ્લુસ ‘કલાપી’ છે. તેમના ખૂબ જ મશહૂર કાવ્યસંગ્રહનું નામ છે કલાપીનો કેકારવ. કલાપીનો અર્થ જણાવો.
અ) કાકાકૌઆ બ) કોયલ ક) મોર ડ) કેવલી
————
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
देउळ મંદિર
देणगी દાન
देखीव પ્રત્યક્ષ
देवलोक સ્વર્ગ
देहान्त અવસાન
———–
ગુજરાત મોરી મોરી રે
ખડ ખાતો
——–
ઓળખાણ પડી?
અરુણિમા સિંહા
———-
માઈન્ડ ગેમ
લાવરી
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઘેવર
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) કિશોરકુમાર વેદ (૪) કલ્પના આશર (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) અબદુલ્લા મુનીમ (૮) નીતા દેસાઈ (૯) શ્રદ્ધા આશર (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) લજિતા ખોના (૧૨) ભારતી બુચ (૧૩) ડૉ. પ્રકાશ કટકિયા (૧૪) ભારતી કટકિયા (૧૫) મહેશ દોશી (૧૬) નિખિલ બંગાળી (૧૭) અમીષી બંગાળી (૧૮) હરીશ બંગાળી (૧૯) પુષ્પા પટેલ (૨૦) વિભા મહેશ્ર્વરી (૨૧) નિતિન બજરિયા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) નંદુ સંજાણવાલા (૨૪) મહેન્દ્ર લોઢાવિયા (૨૫) મહેશ સંઘવી (૨૬) મનીષા શેઠ (૨૭) ફાલ્ગુની શેઠ (૨૮) મીનળ કાપડિયા (૨૯) અરવિંદ કામદાર (૩૦) હર્ષા મહેતા (૩૧) જયવંત ચિખલ (૩૨) ભાવના કર્વે (૩૩) સુનીતા પટવા (૩૪) હરીશ ભટ્ટ (૩૬) રજનીકાંત પટવા (૩૭) વિણા સંપટ (૩૮) દેવેન્દ્ર સંપટ (૩૯) રમેશ દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) હિના દલાલ (૪૨) જ્યોત્સના ગાંધી (૪૩) પુષ્પા ખોના (૪૪) અંજુ ટોલિયા (૪૫) પ્રવીણ વોરા (૪૬) સુરેખા દેસાઈ (૪૭) વર્ષા નાનસી (૪૮) દિલીપ પરીખ (૪૯) અરવિંદ કામદાર (૫૦) વિજય ગરોડિયા (૫૧) શિલ્પા શ્રોફ (૫૨) ગિરીશ મિસ્ત્રી