‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
FIT ઉજાણી
FEAT મુક્કો
FEET સિદ્ધિ, પરાક્રમ
FIST સ્વસ્થ, તંદુરસ્ત
FEAST પગ
———–
ઓળખાણ પડી?
સ્વામી વિવેકાનંદના ગુરુની ઓળખાણ પડી? દુનિયાના બધા જ ધર્મો સમાન છે એવી તેમની માન્યતા હતી. ઈશ્ર્વરના નિરાકાર તેમજ સાકાર સ્વરૂપમાં માનતા હતા
અ) શ્રીપદસ્વામી બ) રામાનુજાચાર્ય ક) રામકૃષ્ણ પરમહંસ ડ) સર્વપલ્લી રાધાકૃષ્ણન
————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કોલસાનો કોહીનૂર ને કોલસામાં રે’તો,
અંધારામાં દીવા જેવો ને વીંટીમાં રે’તો.
અ) મોતી બ) ફાનસ ક) હીરો ડ) સઘડી
————
માતૃભાષાની મહેક
લીલા શબ્દની લીલા જાણવા જેવી છે. શબ્દકોશ અનુસાર લીલાનો પ્રચલિત અર્થ છે આનંદ, ક્રીડા, ગમ્મત, વિનોદ, ભોગવિલાસ, શૃંગાર વગેરેથી થયેલી ચેષ્ટા. લીલાગર એટલે
ભાંગ અથવા એક જાતનું પીણું. લીલાગાર શબ્દ લીલા (મોજશોખ) + આગાર (મકાન)ના સંયોજનથી બન્યો છે. મોજશોખ
કરવાનું સ્થળ કે વિલાસગૃહ અથવા ગણિકાનું ઘર પણ
કહેવાય છે. લીલાલહેર એટલે આનંદ મંગળ. તન, મન અને ધનની પરિપૂર્ણતા.
————-
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતીઓને મનગમતી એવી ઘારી, સુતરફેણી અને
લોચો સાથે કયા શહેરનું નામ પ્રમુખપણે જોડાયેલું છે એ કહી શકશો?
અ) નડિયાદ બ) ભરૂચ ક) વડોદરા ડ) સુરત
————
ઈર્શાદ
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો.
– શેખાદમ આબુવાલા
————
માઈન્ડ ગેમ
પંદર કરોડ છ હજાર ને છ સંખ્યામાં કેટલા શૂન્ય આવે એ શાંતિથી વિચાર કરી ગણિતનું જ્ઞાન કામે લગાડી જણાવો.
અ) ૪ બ) ૫
ક) ૩ ડ) ૬
————–
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
TEN દસ
TAN ચામડું કેળવવું
TELL કહેવું
TALE વાર્તા
TAIL પૂંછડી
———-
ગુજરાત મોરી મોરી રે
વૃક્ષ
———–
ઓળખાણ પડી?
શ્યામા પ્રસાદ મુખરજી
———–
માઈન્ડ ગેમ
૬
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઊંઘ
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ભારતી બુચ (૮) હર્ષા મહેતા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) લજિતા ખોના (૧૫) હરીશ સુતરીયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) મહેશ દોશી (૨૦) જ્યોતી ખાંડવાલા (૨૧) સુરેખા દેસાઈ (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલાા (૨૪) અબ્દુલ્લા એફ. મુનીમ (૨૫) મીનળ કાપડિયા (૨૬) મનીષા શેઠ (૨૭) ફાલ્ગુની શેઠ (૨૮) મનીષ સંઘવી (૨૯) નંદુ સંજાણવાલા (૩૦) મિલીંદ મનુભાઈ નાનસી (૩૧) વિણા સંપટ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) અંજુ ટોલીયા (૩૪) ગિરીશ નયન મિસ્ત્રી (૩૫) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૭) ભાવના કર્વે (૩૮) રજનીકાંત પટવા (૩૯) સુનીતા પટવા (૪૦) વિજય ગોરડીયા (૪૧) રમેશ દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) જ્યોત્સના ગાંધી