Homeઈન્ટરવલફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———–
ભાષા વૈભવ….
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A            B
TEN      વાર્તા
TAN     કહેવું
TELL    ચામડું કેળવવું
TALE    પૂંછડી
TAIL     દસ
————
ઓળખાણ પડી?
૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી જેનો આજનો અવતાર ભાજપ તરીકે ઓળખાય છે. એ નવા પક્ષના પહેલા પ્રમુખ કોણ હતા એ જણાવો.
અ) મદન મોહન માલવિયા બ) શ્યામા પ્રસાદ મુખરજી
ક) કે આર મલકાની ડ) એમ એસ ગોલવલકર
————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આવે ત્યારે આવકાર મેળવે ને જાય ત્યારે મળે જાકારો,
મનુષ્ય જીવનને સ્વસ્થ રાખવા એના વિના નહીં આરો.
અ) સુખ બ) પડછાયો ક) ઊંઘ ડ) અવાજ
———–
માતૃભાષાની મહેક
નિદ્રા સ્વાભાવિક પ્રક્રિયા છે. ત્રણ ઉપસ્તંભમાં નિદ્રાની ગણતરી કરવામાં આવી છે. ત્રણેય દોષ શરીરના સ્તંભ છે. તેના પર જીવન ટકી રહે છે. ત્રણ ઉપસ્તંભ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ત્રણ સ્તંભવાળા શરીરને ટેકારૂ પ છે. બ્રહ્મચર્યનો અર્થ ઇન્દ્રિયનિગ્રહ એવો થાય છે. મહર્ષિ સુશ્રુતે નિદ્રાને વૈષ્ણવી શક્તિ અથવા વિષ્ણુની માયા માની છે. વિષ્ણુને પાલક દેવ કહ્યા છે. નિદ્રા પણ પ્રાણીમાત્રની પાલક છે. મન ક્લાન્ત એટલે થાકી જાય, કર્મેન્દ્રિયોને પણ થાક ચડે એટલે નિદ્રા આવે છે .
————-
ગુજરાત મોરી મોરી રે
વિદ્વાન ટીકાકાર ક્ષીરસ્વામી તરુનો એવો અર્થ કરે છે કે, તરન્તિ આપદ: અનેન ઇતિ તરુ મતલબ કે તેના વડે મનુષ્ય દુ:ખો તરી જાય છે. એટલા માટે તે તરુ કહેવાય છે. તરુ એટલે શું?
અ) તલવાર બ) તર ક) વૃક્ષ ડ) છાંયો
———–
ઈર્શાદ
હું એક જ શત્રુ હરિ મારો, હું મુજ કારાગાર,
મુજને મુજ કરથી છોડાવો, કરી મારો સંહાર.
– કરસનદાસ માણેક
————
માઈન્ડ ગેમ
પિતાની ઉંમર પુત્ર કરતા પાંચ ગણી છે અને તેમની ઉંમરનો સરવાળો ૩૬ છે. છ વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા ત્રણ ગણી હશે તો પુત્રની હાલની ઉંમર જણાવો.
અ) ૬ બ) ૮
ક) ૧૦ ડ) ૧૨
————
ભાષા વૈભવ
A         B
BAG    થેલી
BEG   આજીજી, ભીખ
BREAD પાંઉ
BRAID વાળનો ચોટલો
BREED  ઓલાદ
———–
ગુજરાત મોરી મોરી રે
બીમાર
———-
ઓળખાણ પડી?
શ્યામજી કૃષ્ણ વર્મા
———–
માઈન્ડ ગેમ
૯૫૦
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પતંગ


ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) કિશોરકુમાર વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ભારતી બુચ (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી કટકિયા (૧૦) નિતીન બજરિયા (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) હર્ષા મહેતા (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીષી બંગાળી (૧૫) પુષ્પા પટેલ (૧૬) હરીશ સુતરીયા (૧૭) મહેશ દોશી (૧૮) લજિતા ખોના (૧૯) તાહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) વિભા મહેશ્ર્વરી (૨૨) નંદુ સંજાણવાલા (૨૩) જ્યોતિ ખાંડવાલા (૨૪) પ્રવીણ વોરા (૨૫) મીનળ કાપડિયા (૨૬) મહેશ સંઘવી (૨૭) સુનીતા પટવા (૨૮) ભાવના કર્વે (૨૯) રજનીકાંત પટવા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) અંજુ ટોલિયા (૩૨) વિણા સંપટ (૩૩) હેમા ભટ્ટ (૩૪) મનીષા શેઠ (૩૫) ફાલ્ગુની શેઠ (૩૬) પુષ્પા ખોના (૩૭) ગિરીશ મિસ્ત્રી (૩૮) સુરેખા દેસાઈ (૩૯) નયના મિસ્ત્રી (૪૦) વિજય ગરોડિયા (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) પ્રવીણ વોરા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -