‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
तट તિરાડ
ताक કિનારો
तडा સત્ય
तथ्य ચેતવણી
तंबी છાસ
————
ઓળખાણ પડી?
‘માનવ કમ્પ્યુટર’ તરીકે ખ્યાતિ મેળવનાર ભારતીય ગણિતશાસ્ત્રીની ઓળખાણ પડી? ૧૯૮૨માં તેમને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
અ) સૌમ્યા દેવી બ) ક્રાંતિ કુમારી ક) ગિરીજા દેવી ડ) શકુંતલા દેવી
————
ગુજરાત મોરી મોરી રે
બાળપણના દિવસો યાદ કરીને શૈશવ કાળમાં ખૂબ સાંભળેલા અને ગાયેલા ગીતમાં ખૂટતો શબ્દ જણાવો.
મેં એક બિલાડી પાળી છે જે રંગે બહુ રૂપાળી છે જે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ——- છે.
અ) ભાગે બ) બીવે ક) ભાળે ડ) સૂંઘે
————
જાણવા જેવું
એક સમયના ધારદાર શાસ્ત્ર તલવારના ઘણા ભેદ છે. જેમકે, ખાંડા, જે સીધી અને અણી ઉપર પહોળી હોય છે. સૈફ, જે લાંબી, પાતળી અને સીધી હોય છે. દુધારા, જેની બંને બાજુ ધાર હોય છે. એથી વિશેષ સ્થાનભેદે પણ તલવારોનાં કેટલાક નામ છે. જેમકે, સિરોહી, બંદરી, જુનૂબી, વગેરે. એક પ્રકારની બહુ જ પાતળી અને લચીલી તલવાર ઊના કહેવાય છે જેને સુરક્ષા માટે રાજાઓ તકિયામાં રાખતા અથવા કેડ પર લપેટી રાખી શકતા.
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં સૌંદર્ય અને ખુશ્બુનું પ્રતીક ગણાતી ઋતુ સંતાઈને બેઠી છે. એને શોધી કાઢો.
સંસારમાં રહીને પણ કેટલાક લોકો સાવ સંત જીવન જીવતા હોય છે.
———–
નોંધી રાખો
પહેલા છળકપટ કહેવાતું, આજે સ્માર્ટનેસ કહેવાય છે. જોકે આ કહેવાતી સ્માર્ટનેસથી બધી વખત બધી જગ્યાએ સફળતા મળે એ જરૂરી નથી.
———-
માઈન્ડ ગેમ
કેટલાક પ્રાણી ઈંડા મૂકી બચ્ચાને જન્મ આપે જ્યારે કેટલાક પ્રાણીઓ ગર્ભાધાન કરી જન્મ આપે. વિકલ્પમાંથી કયું પ્રાણી બંને રીતે બચ્ચાને જન્મ આપે છે એ જણાવો.
અ) માછલી બ) સાપ ક) કાચબો ડ) ગરુડ
————
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
छंद શોખ
छद्य કપટ
छळ સતામણી
छानणे ચાળવું
छिलका છાલ
———–
ગુજરાત મોરી મોરી રે
સાસરિયે
———-
ઓળખાણ પડી?
ઈલા ભટ્ટ
———
માઈન્ડ ગેમ
ચૂઈ
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મરજીવો
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કલ્પના આશર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) ભારતી બુચ (૧૧) લજીતા ખોના (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) મહેશ સંઘવી (૧૮) હરીશ જી. સુતરીયા (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) વીણા સંપટ (૨૨) સુનીતા પટવા (૨૩) રજનીકાંત પટવા (૨૪) દેવેન્દ્ર સંપટ (૨૫) મહેશ દોશી (૨૬) હર્ષા મહેતા (૨૭) અંજુ ટોલીયા (૨૮) નિતીન જે. બજરીયા (૨૯) શિલ્પા શ્રોફ (૩૦) મીનળ કાપડિયા (૩૧) ભાવના કર્વે (૩૨) રમેશ દલાલ (૩૩) હિનાબેન દલાલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) પ્રવીણ વોરા (૩૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૭) પુષ્પા પટેલ