Homeતરો તાજાફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
આયુર્વેદ અનુસાર પૌષ્ટિક ગણાતા આ રાતા ફળની ઓળખાણ પડી? એની વાસ ઘોડા જેવી હોય છે અને એ સ્નાયુ અને જ્ઞાનતંતુની નબળાઈ દૂર કરનાર મનાય છે.
અ) અશ્વ પંચારિષ્ટ બ) અશ્વમેધ ક) અંકોલ ડ) અશ્વગંધા

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
આહા TAMARIND
આસવ BURP
આમલ WINE
અજીર્ણ FOOD
ઓડકાર INDIGESTION

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કાળી સોટી તેલે છાંટી, ચમકે એનો વાન,
વળે વળે પણ ભાંગે નહીં, ચતુર કરો વિચાર.
અ) છત્રી બ) વીજળી ક) પાણી ડ) વનરાજ

ગુજરાત મોરી મોરી રે
માનવ શરીરમાં વિવિધ અંગ અલગ અલગ નામે ઓળખાય છે. મોટા આંતરડા સાથે જોડાયેલું એપેન્ડિક્સ ગુજરાતીમાં ક્યા નામે ઓળખાય છે એ કહી શકશો?
અ) તલ બ) શિંગોડા ક) વાળ ડ) રબર

માતૃભાષાની મહેક
પુરુષના મગજનું સરાસરી વજન ૫૦.૧૧ ઔંસ અને સ્ત્રીના મગજનું વજન ૪૪.૫૨ ઔંસ હોય છે. મગજ અને મનમાં ફેર છે. મગજને પ્રાણશક્તિ ચલાવે છે, જ્યારે મનને સંકલ્પો ચલાવે છે. મોટા મગજને આગલું મગજ પણ કહેવાય છે. લકવો, પક્ષઘાત, ધનુર, ઊરુસ્તંભ, આક્ષેપવાયુ વગેરે મગજની સાથે સંબંધ રાખતા હોવાથી તેને મગજનાં દરદ કહે છે. મગજમાં ઊંડી અથવા છીછરી કરચલીઓ પડેલી હોય છે, જેને મગજનાં ગૂંચળાં કે વળિયાં કહે છે.

ઈર્શાદ
હૈયા ભીતર દવ બળે, કોઈ ન જાણે સાર,
કાં મન જાણે આપણું, કાં એ જાણે કરતાર.
— લોક રચના

માઈન્ડ ગેમ
ભૂરા ને કાળા રંગના જોવા મળતા કૂકડા જેવી પાંખોવાળા ને ખેતરમાંથી દાણા વીણી વીણી ખાતું પંખી કયા નામથી વધુ જાણીતું છે એ કહો.
અ) સુરખાબ બ) તેતર ક) ટીટોડી ડ) ભૂરિયો

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
અન્નનળી OESOPHAGUS
રક્તવાહિની VEIN
જ્ઞાનતંતુ NERVE
બરોળ SPLEEN
ઉદરપટલ DIAPHRAGM
ગુજરાત મોરી મોરી રે
કર્ણક – ક્ષેપક
ઓળખાણ પડી?
રાબ
માઈન્ડ ગેમ
અમીબા
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મગ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -