‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
————–
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
SIP લપસવું
SHIP ઘેટું
SHEEP ઘૂંટડે ઘૂંટડે પીવું
SLIP ઊંઘ
SLEEP જહાજ
————-
ઓળખાણ પડી?
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન પ્રેસિડેન્ટ ઇમેન્યુએલ મેક્રોનએ પોતાના દેશમાં મહત્ત્વના સુધારા કરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે? મેક્રોન કયા દેશના પ્રેસિડેન્ટ છે એ જણાવો.
અ) નેધરલેન્ડ્સ
બ) જર્મની
ક) ફ્રાન્સ
ડ) બેલ્જીયમ
————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ખારા જળમાં બાંધી કાયા, રસોઈમાં રોજ મારી બહુ માયા,
ગુણની સાથે અવગુણ પણ ખરા, મારા ઉપજે દામ બહુ થોડા.
અ) સાકર બ) હળદર ક) મીઠું ડ) ગોળ
————–
માતૃભાષાની મહેક
ઈ.સ. ૧૬૩૭માં જન્મેલી ઝેબુન્નિસા ‘મખ્ફી’ મુગલસમ્રાટ ઔરંગઝેબની દીકરી હતી. ‘મખ્ફી’ એટલે ‘છૂપાયેલું.’ એક તો, એ બાપથી અને દુનિયાથી પોતાની ઓળખ છુપાવીને શાયરી કરતી હતી અને બીજું, એ બુરખામાં છુપાઈને રહેતી હતી, એટલે એને આ ઉપનામ મળ્યું હોવાનું કહેવાય છે. હાજરજવાબીપણું અને શીઘ્ર પાદપૂર્તિ માટે તે જાણીતી હતી. તેણે પર્શિયન ભાષામાં લખેલાં કાવ્યોનો અંગ્રેજીમાં ભાવાનુવાદ થયો છે.
—————
ગુજરાત મોરી મોરી રે
આશા ભોસલેએ ગાયેલા અત્યંત લોકપ્રિય ગુજરાતી ગીતમાં ખૂટતો શબ્દ ઉમેરો.
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે ————– તને અમથું !
અ) કુંવરજી બ) સૈંયાજી ક) પાતળિયા ડ) ધણીરાજ
————–
ઈર્શાદ
મોસમની આવ-જાનો અનુભવ થતો નથી,
ઉપવનમાં ભર વસંતે કલરવ થતો નથી.
– ભગવતીકુમાર શર્મા
————-
માઈન્ડ ગેમ
૧૧ લાખ રૂપિયાના રોકાણ પર ૧૪ ટકા નુકસાન થયા પછી હાથમાં આવેલી રકમ પર ૧૮ ટકા નફો તમાલવાથી એકંદરે નફો થયો કે નુકસાન અને કેટલી રકમનો?
અ) નુકસાન ૭૫૦૦૦નું, બ) નફો ૧૬,૨૮૦નો ક) નફો ૨૩,૩૩૦નો, ડ) નુકસાન ૧૧,૫૫૦નું
————
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
SLEEP ગરદન, ડોક
KNACK આવડત, હથોટી
KNOCK બારણે ટકોરા મારવા
KNOCK ડોકું ધુણાવવું
NODE ડાળી પરની ગાંઠ
————
ગુજરાત મોરી મોરી રે
કપાળ
———–
ઓળખાણ પડી?
રિચા ઘોષ
——
માઈન્ડ ગેમ
૬૮૪
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નિસરણી
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ભારતી બુચ (૮)
નિખિલ બંગાળી (૯) અમીષી બંગાળી (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા ખોના (૧૨) શિલ્પા શ્રોફ (૧૩) હર્ષા મહેતા (૧૪) મહેશ સંઘવી
(૧૫) રજનીકાંત પટવા (૧૬) સુનીતા પટવા (૧૭) ભાવના કર્વે (૧૮) ડૉ. પ્રકાશ કટકિયા (૧૯) ભારતી કટકિયા (૨૦) મહેશ દોશી (૨૧)
દેવેન્દ્ર સંપટ (૨૨) સુરેખા દેસાઈ (૨૩) ગિરીશ મિસ્ત્રી (૨૪) દિલીપ પરીખ (૨૫) વિણા સંપટ (૨૬) અરવિંદ કામદાર (૨૭) વિજય
ગરોડિયા (૨૮) પુષ્પા ખોના (૨૯) પ્રવીણ વોરા (૩૦) અંજુ ટોલિયા (૩૧) હિના દલાલ (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) નયના મિસ્ત્રી