Homeલાડકીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
ધિંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખાતી ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ મીટર દોડની સ્પર્ધામાં કમાલ કરતી આસામની એથ્લિટની ઓળખાણ પડી?
અ) હિમા દાસ બ) સાક્ષી મલિક
ક) દૂતી ચંદ ડ) ચાનુ મીરાંબાઈ
——–
જાણવા જેવું
કુમળી ઉંમરે આંખ અને કાનની શક્તિ ગુમાવનાર અમેરિકન સન્નારી હેલન કેલરને દુનિયાનું સૌથી મોટું સર્ટિફિકેટ આપતાં માર્ક ટ્વેઇને કહેલું, ‘૧૯મી સદીના બે સૌથી દૃઢ મનોબળ ધરાવતા મહાનુભાવ છે – નેપોલિયન અને હેલન કેલર’. બંને ખરા અર્થમાં લડવૈયા હતા. હેલન કેલર જે લડાઈ લડ્યાં હતાં એ ઘણાના મતે નેપોલિયનની લડાઈ કરતાં પણ મહાન હતી.
——-
નોંધી રાખો
જીવનમાં ઘણી બાબત આપણને ગમતી
થાય તો ક્યારેક એવી બાબત પણ બને જે આપણે ગમાડવી પડે.
——
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A         B
सावट     કહેવું
सावत्र   સન્મુખ
सांगता   છાંયો
सांगणे  સમાપ્તિ
सामोरा  સાવકું
——–
ગુજરાત મોરી મોરી રે
આપેલા વિકલ્પોમાંથી કયા શબ્દનો અર્થ ગરીબ, નિર્ધન કે પામર પણ થાય છે એ શોધી કાઢો.
અ) રાય બ) રવેશ ક) રંક ડ) રંજ
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલો ખંડ શોધી કાઢો
જંગલમાં ગયો, પણ એ શિયાળના ઝુંડને જોવા ન પામ્યો.
——–
માઈન્ડ ગેમ
ક્ષિતિજથી સહેજ ઊંચે દેખાતો તેજસ્વી ધ્રુવ તારો સૌથી અગત્યનો મનાય છે. બધા તારાઓ ફરતા દેખાય છે, પણ ધ્રુવ તો ત્યાંનો ત્યાં જ રહે છે. એ કઈ દિશામાં હોય છે?
અ) પૂર્વ ૨) પશ્ર્ચિમ ૩) ઉત્તર ૪) દક્ષિણ
——-
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A            B
मंडई     શાકબજાર
मवाळ   નરમ
माहेर    પિયર
मांडी    ખોળો
मिठी   બાથ, પકડ
——-
ગુજરાત મોરી મોરી રે
પરત
——
ઓળખાણ પડી?
બચેન્દ્રી પાલ
——–
માઈન્ડ ગેમ
જાપાન
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જામનગર
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસિસ. ભારતી કટકિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) ખુશ્રુ કાપડિયા (૧૦) ભારતી બુચ (૧૧) લજીતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) મીનળ કાપડિયા (૨૧) મહેશ દોશી (૨૨) મહેશ સંઘવી (૨૩) ભાવના કર્વે (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) જાગૃતિ એન. બજરીયા (૨૭) નીતિન જે. બજરીયા (૨૮) અંજુ ટોલિયા (૨૯) હરીશ જી. સુતરીયા (૩૦) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૧) જયવંત પદમશી ચિખલ (૩૨) દિલીપ પરીખ (૩૩) પ્રવીણ વોરા (૩૪) પુષ્પા ખોના (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) હીના દલાલ (૩૯) અરવિંદ કામદાર (૪૦) સ્નેહલ કોઠારી (૪૧) વિજય ગરોડિયા

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -