‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ઉગમ જલદ
ઉગ તફડંચી
ઉચાટ યોગ્ય
ઉચાપત બેચેની
ઉચિત મૂળ, આરંભ
—————
ઓળખાણ પડી?
૧૯૪૯માં સોવિયેત લશ્કર દ્વારા લશ્કરમાં દાખલ કરવામાં આવેલી એકે – ૪૭ રાઇફલ અન્ય કયા નામથી પ્રચલિત છે એ જણાવો.
અ) આર્મલાઇટ બ) કાલાશનિકોવ, ક) રેમિંગ્ટન ડ) સ્પેન્સર
————-
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય અને હોંશે હોંશે ગવાતી આ લોકગીતની પંક્તિ પૂરી કરો.
પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે,
પાળેથી લપટ્યો પગ બેડાં મારા —— રે.
અ) કચવાણા બ) ઝંખવાણા
ક) તપી ગયા ડ) નંદવાણાં
————-
જાણવા જેવું
ભારતમાં ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને શાલિ કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની બારમાસી, સુરતી, કોલમ, લાલ ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે. સાઠી અર્થાત્ સાઠ દિવસે પાકતી કમોદ. ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું. આયુર્વેદની દૃષ્ટિએ ચોખા ઠંડા હોવાથી તે ગરમીને મટાડનાર ઉપરાંત પૌષ્ટિક પણ ગણાય છે.
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલા રુપાલ ગામે દર વર્ષે નવરાત્રી દરમિયાન આસો સુદ નોમના દિવસે ક્યા મેળાનું આયોજન કરવામાં આવે છે?
અ) કવાંટનો મેળો
બ) ભાંગુરિયાનો મેળો
ક) પલ્લીનો મેળો
ડ) ચિત્ર વિચિત્ર મેળો
————-
નોંધી રાખો
લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે. એવી જ રીતે માણસનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો અહમ હોય છે. આ દુશ્મનને ઓળખી એનો નાશ કરો.
————
માઈન્ડ ગેમ
ખેલકૂદના પાને સમાચાર હતા કે કિવી ટીમનો વિજય થયો. કયા દેશની ટીમને સફળતા મળી એ વિચાર કરી કહી શકશો?
અ) ઓસ્ટ્રેલિયા બ) ઈંગ્લેન્ડ ક) ન્યુઝીલેન્ડ ડ) આયર્લેન્ડ
————–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
નવટાંક વજનનું માપ
નરોત્ત આદર્શ પુરુષ
નલિન કમળ
નવનેજા મોટી મુશ્કેલી
નવાજિશ ભેટ, બક્ષિસ
———–
ગુજરાત મોરી મોરી રે
દીકરો જણ્યો
———-
ઓળખાણ પડી?
ગોળ ગુંબજ
———–
માઈન્ડ ગેમ
જિમ્નેસ્ટિક્સ
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સાજીનાં ફૂલ
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) હર્ષા મહેતા (૭) શ્રદ્ધા આશર (૮) ડૉ પ્રકાશ કટકિયા (૯) ભારતી કટકિયા (૧૦) ભારતી બુચ (૧૧) લજિતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીષી બંગાળી (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) પુષ્પા પટેલ (૧૭) હરીશ સુતરીયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) મહેશ સંઘવી (૨૨) ખુશરૂ કાપડિયા (૨૩) મહેશ દોશી (૨૪) વિણા સંપટ (૨૫) ભાવના કર્વે (૨૬) પ્રવીણ વોરા (૨૭) દેવેન્દ્ર સંપટ (૨૮) સુરેખા દેસાઈ (૨૯) વિજય ગરોડિયા (૩૦) અજુ ટોલિયા (૩૧) નિતિન બજરિયા (૩૨) સુનીતા પટવા (૩૩) રજનીકાંત પટવા (૩૪) રમેશ દલાલ (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હિના દલાલ (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) રશીક જુથાણી (ટોરંટો – કેનેડા) (૩૯) મિલિંદ નાનસી (૪૦) ગિરીશ મિસ્ત્રી (૪૧) નયના મિસ્ત્રી (૪૨) પુષ્પા ખોના (૪૩) અરવિંદ કામદાર (૪૪) મહેન્દ્ર લોઢાવિયા (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા