‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
ઐતિહાસિક અમર પાત્રો અને સંતાનોની
જોડી જમાવો
A B
ચંદ્રગુપ્ત મૌર્ય મહેન્દ્ર
ધૃતરાષ્ટ્ર રાહુલ
સમ્રાટ અશોક કર્ણદેવ
ગૌતમ બુદ્ધ દુર્યોધન
ભીમદેવ બિંદુસાર
————-
ઓળખાણ પડી?
ભગવાન વિષ્ણુના જેમને છઠ્ઠા અવતાર માનવામાં આવે છે એ ક્રોધિત મુનિની ઓળખાણ પડી? તેઓ સપ્તઋષિમાં સ્થાન ધરાવતા જમદગ્નિનું પાંચમું સંતાન હતા.
અ) દુર્વાસા બ) પરશુરામ ક) કલ્કિ ડ) ભારદ્વાજ
————
ગુજરાત મોરી મોરી રે
શાયર બરકત વિરાણી ‘બેફામ’ની અવિસ્મરણીય રચનાની પંક્તિમાં ખૂટતો શબ્દ જણાવો.
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ ———- ને મારી હાજરી નહોતી!
અ) પ્રસંગ બ) મલાજો ક) અવસર ડ) ઉત્સવ
————–
માતૃભાષાની મહેક
માતૃભાષાની અનેક ખાસિયતોમાંની એક ખાસિયત એ છે કે એક જ શબ્દના એકથી વધુ અને એકબીજા સાથે કોઈ મેળ ન ધરાવતા અર્થ જોવા મળે છે. ‘અવગત’ શબ્દનું ઉદાહરણ જોઈએ. સંસ્કૃત શબ્દ અવગમ્ (જાણવું) પરથી એનો પ્રચલિત અર્થ છે જાણેલું કે જ્ઞાત. મતલબ કે ખબર હોવી. હવે જો આ શબ્દને અવ + ગતિ એમ વિભાજિત કરીએ તો એનો અર્થ પાયમાલી, ખરાબ દશા થાય છે, કારણ કે અવ એટલે ખરાબ અને ગતિ એટલે હાલત.
————–
ઈર્શાદ
પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો.
– જવાહર બક્ષી
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ત્રણ અક્ષરનું મારું નામ, ગરમીમાં મારું કામ,
શિયાળામાં દૂર રહું, પાણી પીતા ભાગી જાઉં.
અ) બરફી બ) લવણ ક) તરસ ડ) પકડ
—————
માઈન્ડ ગેમ
પાંચાલ નરેશ દ્રુપદ અને દ્રૌપદીના જોડિયા ભાઈનું નામ જણાવો જેને મહાભારતમાં અશ્ર્વત્થામાએ મોતને ઘાટ ઉતાર્યો હતો.
અ) શલ્ય બ) વિકર્ણ
ક) વિચિત્રવિર્ય ડ) દ્યુષ્ટદ્યુમ્ન
————-
ગયા સોમવારના જવાબ
વેદ વ્યાસ મહાભારત
વાલ્મીકિ રામાયણ
તુકારામ અભંગ
નરસિંહ મહેતા પ્રભાતિયાં
ગુરુ ગોવિંદ સિંહ ચંડી ચરિત્ર
————-
ગુજરાત મોરી મોરી રે
ખેલ છોડી
————
ઓળખાણ પડી?
વેદવ્યાસ
————-
માઈન્ડ ગેમ
તુલસીદાસ
————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રીંગણ
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ભારતી બુચ (૮) અમીષી બંગાળી (૯) નિખિલ બંગાળી (૧૦) ડૉ. પ્રકાશ કટકિયા (૧૧) ભારતી કટકિયા (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) લજિતા ખોના (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) મહેશ દોશી (૧૬) હર્ષા મહેતા (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) હરીશ સુતરીયા (૧૯) તાહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) મીનળ કાપડિયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) મહેશ સંઘવી (૨૫) પુષ્પા પટેલ (૨૬) જ્યોતિ ખાંડવાલા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) સુનીતા પટવા (૩૦) રજનીકાંત પટવા (૩૧) અંજુ ટોલિયા (૩૨) ભાવના કર્વે (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) દિલીપ પરીખ (૩૫) સ્નેહલબેન કોઠારી (૩૬) પુષ્પા ખોના (૩૭) વિજય આસર (૩૮) વિજય ગરોડિયા (૩૯) મિલિંદ નાનસી (૪૦) નિતીન બજરિયા (૪૧) ગરીશ મિસ્ત્રી (૪૨) નયના મિસ્ત્રી (૪૩) પ્રવીણ વોરા (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) રમેશ દલાલ (૪૭) હિના દલાલ અરવિંદ કામદાર