‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
નવટાંક આદર્શ પુરુષ
નરોત્તમ ભેટ, બક્ષિસ
નલિન વજનનું માપ
નવનેજાં કમળ
નવાજિશ મોટી મુશ્કેલી
————–
ઓળખાણ પડી?
સુલતાન મોહમ્મદ આદિલશાહના મકબરાનું નિર્માણ ૧૬૫૬માં કર્ણાટકના બિજાપુર શહેરમાં કરવામાં આવ્યું હતું. એ કયા નામથી જાણીતો છે?
અ) ગોળ ગુંબજ બ) હવા મહેલ ક) બીબી કા મકબરા ડ) હઝીરા મકબરા
—————
ગુજરાત મોરી મોરી રે
અખાની બહુ જ જાણીતી અને ચાબખા મારતી રચનાની પંક્તિ પૂરી કરો.
ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ ——————–
મારકણો સાંઢ ચોમાસું માલ્યો, કરડકણો કૂતરો હડકવા હાલ્યો.
અ) ખોરડું છોડ્યું બ) કંકાસ કર્યો ક) દીકરો જણ્યો ડ) બળ વાપર્યું
————-
જાણવા જેવું
ગાંધીજીએ લખ્યું છે કે વૃદ્ધલગ્ન એ બેવડું બાળલગ્ન છે, કેમ કે વૃદ્ધલગ્નમાં ક્ધયા તો બાળક જ હોય છે જેમાં પુરૂષ વૃદ્ધ હોવા છતાં પરણવાનો વિચાર કરે છે. એ બાળક જ ગણાય. જે વૃદ્ધ પુરુષ વિકારોને રોકવા અસમર્થ હોવાથી અથવા કોઈ બીજા કારણસર લગ્ન કરવા ઈચ્છતો હોય તે પોતાના જેવી જ કોઈ વૃદ્ધ સ્ત્રી અથવા પુખ્ત ઉમરે પહોંચેલી સ્ત્રીની ઈચ્છા અનુસાર તેની સાથે લગ્ન કરે તો સમાજને ઓછામાં ઓછી હાનિ થાય.
———-
ચતુર આપો જવાબ
પ્રસંગોપાત રસોઈમાં સુગમતા માટે વપરાતો ક્ષાર સોડા બાય કાર્બ ગુજરાતીમાં કયા નામથી
જાણીતો છે?
માથું ખંજવાળો
અ) લીંબુના ફૂલ બ) સાજીનાં ફૂલ ક) મોરથુથુ ડ) કરંવેલ
————-
નોંધી રાખો
નામ ભલે ને ગમ્મે તે હોય, એને ગુણ – કર્મની સાથે કોઈ કરતા કોઈ સંબંધ નથી હોતો એ અનેકવાર પુરવાર થયું છે. માટે સારા નામ પર મોહિત થવું ને નરસા નામની વ્યક્તિને વખોડવી એ કેવળ અજ્ઞાનતા છે.
————–
માઈન્ડ ગેમ
આપેલા વિકલ્પમાંથી કઈ રમતમાં બોલનો ઉપયોગ નથી કરવામાં આવતો એ કહી શકશો?
અ) સોકર બ) બિલિયર્ડ્સ ક) જિમ્નેસ્ટિક્સ ડ) ગોલ્ફ
————-
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
વહાણું પરોઢ
વહાર મદદ
વહેણ પ્રવાહ
વહેમ સંદેહ
વહી પોથી કે ચોપડી
————–
ગુજરાત મોરી મોરી રે
દેખણહારા રે
————–
ઓળખાણ પડી?
રાકેશ શર્મા
———–
માઈન્ડ ગેમ
એસ્ટ્રોનોમી
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કોપર
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ભારતી બુચ (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી કટકિયા (૧૦) રજનીકાંત પટવા (૧૧) સુનીતા પટવા (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) હર્ષા મહેતા (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) શીરીન ઔરંગાબાદવાલા (૧૭) હરીશ સુતરીયા (૧૮) પુષ્પા પટેલ (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીષી બંગાળી (૨૧) મહેશ સંઘવી (૨૨) મીનળ કાપડિયા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) પ્રવીણ વોરા (૨૭) દેવેન્દ્ર સંપટ (૨૮) વીણા સંપટ (૨૯) અરવિંદ કામદાર (૩૦) મહેશ દોશી (૩૧) ભાવના કર્વે (૩૨) અંજુ ટોલીયા (૩૩) પુષ્પા ખોના (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) દિલીપ પરીખ (૩૬) વિજય ગોરડીયા (૩૭) મિલિંદ મનુભાઈ નાનસી (૩૮) લજીતા ખોના (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) સુરેખા દેસાઈ (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) રમેશ દલાલ (૪૪) હીના દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી