‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
कांत લખનાર
कांता ચમક
कांति નાસ્તિક
कातिब પત્ની
काफिर પતિ
———
ઓળખાણ પડી?
અસલી નામ ગોપાલ બેદી. ઘણી હિન્દી ફિલ્મોમાં બળાત્કારના દૃશ્યથી ‘બદનામ’ થયેલા આ ખલનાયકની ઓળખાણ પડી?
અ) મનમોહન બ) શેટ્ટી ક) પ્રેમ ચોપડા ડ) રણજીત
———–
ગુજરાત મોરી મોરી રે
રાજસ્થાનની પ્રેમકથા પર આધારિત
કઈ ફિલ્મનું નિર્માણ શ્રી ગોવિંદભાઈ પટેલે
કર્યું હતું અને જેના દિગ્દર્શક મેહુલ કુમાર
હતા?
અ) મેરુ માલણ બ) ઢોલા મારુ ક) જેસલ તોરલ ડ) પિયુ પરદેશ
————-
જાણવા જેવું
‘એક દિલ સૌ અફસાને’માં રાજ
કપૂર પર ફિલ્માવાયેલા એક સિવાયના બધાં ગીત મુકેશે ગાયાં હતાં. ‘તુમ હી તુમ હો’ ગીતના રેકોર્ડિંગના દિવસે મુકેશ આવી શકે એમ ન હોવાથી રફી
પાસે ડબ કરવામાં આવ્યું. જોકે, રાજ કપૂરને એ ગીત એટલું પસંદ
પડી ગયું કે રફીનું જ ગીત ફિલ્મમાં રાખ્યું. એ ગીત સાંભળ્યા પછી મુકેશે
પણ કહ્યું હતું કે રફીએ ગીતને જે ઉમદા ન્યાય આપ્યો છે એ પોતે ન આપી શક્યા હોત.
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કઈ સુપરહિટ ફિલ્મમાં શ્રીદેવીએ અમિતાભ બચ્ચનની પત્ની અને પુત્રીનો એમ ડબલ રોલ કર્યો હતો એ મગજ કસીને જણાવી શકશો?
અ) આખરી રાસ્તા બ) અદાલત ક) ઈન્કલાબ ડ) ખુદા ગવાહ
———-
નોંધી રાખો
તમે જે સ્થાને છો એનાથી કાયમ એક ડગલું આગળ વધવાની કે ઉપર ચડવાની તમન્ના રાખો. બની શકે કે એકાદ બે વાર નિષ્ફળતા મળે પણ કાયમ કોઈ નિષ્ફળ નથી રહેતું.
————
માઈન્ડ ગેમ
રાજ કપૂર – વહિદા રેહમાનની કઈ ફિલ્મનું નિર્માણ ગીતકાર શૈલેન્દ્રએ કર્યું હતું જેને નેશનલ ઍવોર્ડ મળ્યો એ જોવા તેઓ જીવતા નહોતા રહ્યા.
અ) તીસરી મંઝીલ, બ) તીસરી કસમ ક) તીસરી આંખ, ડ) એક દિલ સૌ અફસાને
————-
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
छडी લાકડી
छाता છત્રી
उसीसा ઓશીકું
ऊखल ખાંડણિયો
ऐनक ચશ્માં
————
ગુજરાત મોરી મોરી રે
માનવીની ભવાઈ
————
ઓળખાણ પડી?
ઉર્મિલા માતોંડકર
———-
માઈન્ડ ગેમ
જોશ
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
શરારત
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી કટકિયા (૯) ભારતી બુચ (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીષી બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) ખુશરૂ કાપડિયા (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) હર્ષા મહેતા (૧૭) હરીશ સુતરીયા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) મહેશ સંઘવી (૨૦) પુષ્પા પટેલ (૨૧) જાગૃતિ બજરિયા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નીતીન બજરિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) ભાવના કર્વે (૨૭) દિલીપ પરીખ (૨૮) વીણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) અંજુ ટોલિયા (૩૩) પુષ્પા ખોના (૩૪) લજિતા ખોના (૩૫) વિજય ગરોડિયા (૩૬) વર્ષા નાનસી (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) રમેશ દલાલ (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) હિના દલાલ (૪૧) ગિરીશ મિસ્ત્રી (૪૨) અરવિંદ કામદાર (૪૩) નયના મિસ્ત્રી (૪૪) પ્રવીણ વોરા (૪૫) કુમદ શાહ (૪૬) યોગેશભાઈ જોષી