‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
શંકર ભગવાનની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ સૂત્રરૂપે બનાવનાર મુનિની ઓળખાણ પડી? મનુષ્યબુદ્ધિની સૂક્ષ્મ વિચારણા બતાવનાર આ સર્વોત્તમ ગ્રંથ મનાય છે.
અ) પતંજલિ બ) વરાહમિહિર ક) પાણિની ડ) દેવકરણ
———
માતૃભાષાની મહેક
આપણે કરેલી મહેનતનું ફળ બીજા કોઈને મળી જાય અને એના જોરે જો એ જલસા કરતો થઈ જાય એ પરિસ્થિતિ માટે દર્શાવવા ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ (ભોરિંગ એટલે સાપ) કહેવતનું ઉદાહરણ અપાય છે. ઉંદર ખૂબ મહેનત કરી માટી કાઢી દર બનાવે પણ લાગ જોઈને ઉંદરને બીવરાવી એ દરમાં સાપ ઘૂસી રહેવા લાગે. એની સમાનાર્થી કહેવતો છે કામ કરે કોઠી ને જશ ખાય જેઠી અને રાંધે કોઈ ને જમે કોઈ.
——–
ઈર્શાદ
ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !
– બરકત વિરાણી ’બેફામ’
——–
ભાષા વૈભવ…
અંગ્રેજી – ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
MACE ચંપી
MESS ચૂકવું, ખોટ લાગવી
MISS સંદેશો
MASSAGE ગદા
MESSAGE ગંદવાડ, બગાડો
——–
ગુજરાત મોરી મોરી રે
મજેદાર અને યાદગાર લોક ગીતની પંક્તિ પૂરી કરો.
તોડી નાખ તબલા ને ફોડી નાખ ———-
એ ગધેડા દેવદાસ સાવ લલ્લુ, તું તો ગાશે બારે માસ લલ્લુ.
અ) સારંગીને બ) વાંસળીને ક) પેટીને ડ) ભીંતડીને
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આભલે ફરતી એ તો નારી, કાળી ધોળી પહેરે સાડી,
ચોમાસામાં લાગે વહાલી, આપતી સૌને એ પાણી.
અ) વીજળી બ) વિમાન ક) વાદળી ડ) બગલો
———-
માઈન્ડ ગેમ
આંકડાબાજીની અનોખી અને મજેદાર દુનિયામાં ખેડાણ કરી ૮૦ના ૬૦ ટકાની સંખ્યાના ૫૦ ટકા એટલે કેટલા થાય એ જણાવો.
અ) ૮૬ બ) ૬૮ ક) ૨૪ ડ) ૪૨
——-
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
STEAL ચોરવું
STILL સ્થિર
STALE વાસી
STEP પગથિયું
STEEP સીધા ચઢાણવાળું
——-
ગુજરાત મોરી મોરી રે
અમર થઈને રો
——–
ઓળખાણ પડી?
ભવાની
——–
માઈન્ડ ગેમ
૬૪
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સુગરીનો માળો
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસીસ ભારતી કટકિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) ખુશ્રુ કાપડિયા (૧૦) ભારતી બૂચ (૧૧) લજીતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) મહેન્દ્ર લોઢવિયા (૧૯) રંજન લોઢવિયા (૨૦) મીનળ કાપડિયા (૨૧) મહેશ દોશી (૨૨) મહેશ સંઘવી (૨૩) ભાવના કર્વે (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) જાગૃતિ એન. બજરીયા (૨૭) નીતીન જે. બજરીયા (૨૮) અંજુ ટોલીયા (૨૯) હરીશ જી. સુતરીયા (૩૦) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૧) જયવંત પદમશી ચિખલ (૩૨) દિલીપ પરીખ (૩૩) પ્રવીણ વોરા (૩૪) પુષ્પા ખોના (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) હીના દલાલ (૩૯) વિજય ગોરડિયા.