શિરડીના સાંઈબાબાએ દેશ વિદેશના સેંકડો ભક્તોનું આસ્થા સ્થાન છે અને આ આસ્થા સ્થાનથી જ ભક્તો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિરડીના સાંઈબાબાના મંદિરમાં CISFની તહેનાતીનો લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે. શિરડીના ગ્રામીણ નાગરિકો CISFની તૈનાતીનો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એવી જાહેરાત કરવામાં આવી છે કે પહેલી મેથી શિરડીના સાંઈબાબાનું મંદિર બંધ રહેશે. શિરડીમાં પહેલી મેથી અનિશ્ચિત સમય માટે બંધ રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશ વિદેશથી કરોડો લોકો સાંઈબાબાના દર્શન કરવા શિરડી આવે છે. સાંઈનું સૌથી પ્રસિદ્ધ મંદિર શિરડીમાં હોવાનું માનવામાં આવે છે. શિરડીના સાંઈ મંદિરમાં શ્રદ્ધાળુઓ ખુબ મોટા પ્રમાણમાં દાન પણ કરે છે અને અવારનવાર આ મંદિરમાં આવતું દાન ચર્ચાનો વિષય બને છે. આવી પરિસ્થિતિમાં પહેલી મેથી શિરડીના સાંઈ મંદિરને બંધ કરવાની જાહેરાત શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડનારી છે.
મહારાષ્ટ્રના પ્રમુખ ધાર્મિક સ્થળમાંથી એક એવા શિરડીનું સાંઈ મંદિરમાં બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. સાંઈબાબા મંદિરની સિક્યુરિટી માટે CISFની તૈનાતીના સરકારના નિર્ણય વિરુદધ અનિશ્ચિતકાળ માટે બંધનું આહ્વાન કરાયું છે. શિરડીના સાંઈ મંદિરના પ્રશાસનને CISFની તૈનાતી સામે વિરોધ છે.
નોંધનીય છે કે અહમદનગરના શિરડીમાં બનેલું સાંઈબાબાનું મંદિર ભારત બહાર પણ એટલું જ પ્રસિદ્ધ છે. દેશ વિદેશથી લોકો અહીં સાઈબાબાના દર્શન માટે આવે છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિરડીના સાંઈ મંદિરમાં પહોંચે છે. શિરડીનું સાંઈ મંદિર અહમદનગર-મનમાડ હાઈવે પર આવેલું છે. અહીં ખાસ જણાવવાનું કે CISF તમામ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો, મેટ્રો સ્ટેશન, અને એરપોર્ટની સુરક્ષા કરે છે. પરંતુ શિરડીમાં રહેતા લોકો મંદિરમાં CISFની તૈનાતી મંજૂર નથી અને આ જ કારણસર પહેલી મેથી અનિશ્ચિત મુદત માટે આ મંદિર બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.