ભારતને ઓસ્કાર મળવા પર સેલેબ્સે આપી પ્રતિક્રિયા
95મો ઓસ્કાર એવોર્ડ ઘણા સમયથી ચર્ચામાં છે. દરેક લોકો ઓસ્કારની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ઈવેન્ટમાં ભારતનો ડંકો વાગી ગયો છે. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ભારતની ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને એવોર્ડ આપવામાં એવોર્ડ મળ્યો છે. કાર્તિકી ગોન્સાલ્વિસ દ્વારા નિર્દેશિત આ ડોક્યુમેન્ટ્રીએ દરેક ભારતીયના હૃદયને ગર્વથી ભરી દીધું છે. બીજી તરફ RRR ફિલ્મના ગીત ‘નાતુ નાતુ’ને ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’નો એવોર્ડ મળ્યો હતો. ભારતના ખાતામાં બે ઓસ્કાર મળ્યા બાદ સ્ટાર્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાથી લઈને આલિયા ભટ્ટ સુધીના નામ સામેલ છે.
ફિલ્મના ઓસ્કાર જીત પર નિર્માતા ગુનીત મોંગાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવોર્ડ સાથેની એક તસવીર શેર કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું- ‘આ રાત ઐતિહાસિક છે કારણ કે તે ભારતીય પ્રોડક્શન માટેનો પ્રથમ ઓસ્કાર છે. તેમણે તેમના મમ્મી, પપ્પા, ગુરુજી, સહ નિર્માતા અચિન જૈન, ટીમના સભ્યો, નેટફ્લિક્સ, આલોક, સરાફીના, સંજના, એમના પતિ સની વગેરેનો આભાર માન્યો હતો.
ગ્લોબલ એક્ટ્રેસ તરીકે જાણીતી પ્રિયંકા ચોપરાએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિક્રિયા આપી છે. તેણે સ્ટોરી પર પોસ્ટ શેર કરતા પોતાની ખુશી વ્યક્ત કરી.
View this post on Instagram
આ સાથે તેણે ફિલ્મ અને મેકર્સને ટેગ કર્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ પ્રતિક્રિયા આપી હતી અને આ જીતને ઐતિહાસિક ગણાવી હતી. આલિયાએ પોસ્ટ શેર કરતા લખ્યું હતું- વાહ શું પિક્ચર છે! ગુનીત મોંગા અને સમગ્ર ટીમને અભિનંદન. જ્યારે તેણે RRR ફિલ્મના ગીત માટે ખુશી વ્યક્ત કરી હતી.