Homeઆમચી મુંબઈબોલો! બે મહિનાથી ગુટખા, સોપારી અને તંબાખુના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબનો અભાવ

બોલો! બે મહિનાથી ગુટખા, સોપારી અને તંબાખુના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબનો અભાવ

મુંબઈઃ મુંબઈમાં ગુટખા, સુગંધી સોપારી, સુગંધી તંબાખુ પર પ્રતિબંધાત્મક કાર્યવાહી મુંબઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાર બાદ જપ્ત કરવામાં આવેલા ગુટખા, સોપારી અને તંબાખુના નમુના ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લાં બે મહિનાથી પોલીસે આ નમુના ટેસ્ટિંગ માટે મોકલવાની કાર્યવાહી બંધ કરી દીધી છે.
મુંબઈની કોઈ પણ પણ લેબ ટેસ્ટિંગ માટે આ નમુના લેવા માટે તૈયાર ન હોવાને કારણે મુંબઈમાં પ્રતિબંધાત્મક કાર્યવાહી હાલમાં ઠંડી પડી ગઈ છે. એટલું જ નહીં લેબમાં પહોંચાડવામાં આવનારા નમુનાની સંખ્યા પણ નજીવી થઈ ગઈ છે. મુંબઈ મહાનગર પાલિકાની એક માત્ર લેબ (NABL) એક્રેડેશન રદ્દ થઈ જતાં કાર્યરત્ નથી. જ્યારે બીજી બાજુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની લેબ મુંબઈ પોલીસ દ્વારા મોકલવામાં આવતા ગુટખા, સોપારી અને તંબાખુના સેમ્પલ લેતી નથી.
લેબની ઉપલબ્ધતાના અભાવે કાર્યવાહી પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. મુંબઈમાં દર મહિને 200થી 300 નમુના મહાનગરપાલિકાની લેબમાં ટેસ્ટિંગ માટ આવતા હતા, પરંતુ ડિસેમ્બર, 2022માં મહાનગરપાલિકાની લેબને એક્રેડેશન ના મળતાં લેબમાં ટેસ્ટિંગ માટે નમૂના લેવામાં આવતી નથી.
એફડીએના નક્કી કરાયેલા ધોરણો અનુસાર પોલીસની જવાબદારી પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવાની છે અને ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન આ પ્રકરણે એફઆઈઆર નોંધાવવાની પ્રોસિજર છે. આ જ પ્રોસિજરના ભાગરૂપે ગુટખા, તંબાખુ અને સોપારીના નમુના લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. પણ મુંબઈની ત્રણેય લેબ આ નમુના સ્વીકારવા માટે અસમર્થ છે. જેમાં એફડીએ દ્વારા કામના વધારે પડતાં દબાણને કારણે સેમ્પલ લેવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે, જ્યારે મુંબઈની ફોરેન્સિક લેબમાં આ પ્રકારના નમૂના લેવામાં નથી આવતા.
મુંબઈ મહાનગર પાલિકાની લેબની વાત કરીએ તો પહેલાં એનએબીએલ દ્વારા આગામી દિવસોમાં ઓડિટ હાથ ધરવામાં આવશે, ત્યાર બાદ જ પાલિકાને આઈએસઓ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પ્રક્રિયાને પૂર્ણ થવામાં હજી કેટલો સમય લાગશે. તેથી હજી થોડાક દિવસ તો મુંબઈની કોઈ પણ લેબમાં આ સેમ્પલ નહીં સ્વીકારી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -